SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કે મારો પણ એક્સિડન્ટ થશે તો ? તે એને આપણે જોયા કરવાના. એ મનના ડિસ્ચાર્જ થતા ભાવો છે. સાંઠ વર્ષે પરણવાનો ભાવ આવે, એને જોયા કરો. એ બધા જડભાવો છે. અજ્ઞાનતામાં પોતાને એમ લાગે કે આ લેપાયમાન ભાવો મારા છે, મને જ આવે છે. જ્ઞાન પછી સમજાય કે આ તો પ્રાકૃતભાવો છે, જડભાવો છે, ચેતનભાવ નથી. એને “આ મારું સ્વરૂપ નહોય’ કહીએ તો છૂટા થઈ જાય. કેરી ખાય પછી કહે કે કેરી બહુ સરસ હતી, એનું વર્ણન કરે એ લેપાયમાન ભાવો. “હું ચંદુ છું તો એ ભાવો લેપે ને શુદ્ધાત્મા છું તો એ જ ભાવો લેપાયમાન નહીં કરે. કેરી ખાવી એ સંગી ક્રિયા કહેવાય અને ‘ફરી ખઈશું, મજા આવી, આ તો બહુ સરસ છે' એ લેપાયમાન ભાવો. સારું-ખરાબ વર્તન કર્યું, કોઈને ધોલ મારી તે દેહના લેપાયમાન ભાવો. ત્યાં ચેતનભાવ કેવો હોય ? આવું કરવાની જરૂર નહોતી, આવું ના હોવું ઘટે. ચંદુના લેપાયમાન ભાવો કહેવાય. આપણે શુદ્ધાત્મા એને જોઈએ એ ચેતનભાવ. કોઈ માણસ માટે અવળી વાણી નીકળી ગઈ, તો પેલા જડભાવો ઊભા થઈ જાય કે આ નાલાયક છે, બહુ જ ખરાબ છે, આમ છે, તેમ છે. એટલે એને પુષ્ટિ આપે. ત્યારે “એ માણસ આપણા ઉપકારી છે' એવું કહીએ તો એ ભાવો બંધ થઈ જાય. આ તો ખોટ જાય એવું છે' બોલીએ તો પેલા લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પડે કે આમ થઈ જશે ને તેમ થઈ જશે. પછી આપણે કહીએ, “ના, ના, આ તો લાભદાયી છે.” ત્યાર પછી એ બેસી જાય પાછા. લેપાયમાન ભાવો એ આપણા પાછલા અભિપ્રાયોને લઈને છે. આવા જ્ઞાનવાક્યો વાપરીએ એ જ શુદ્ધ ઉપયોગ, નહીં તો પોતાને એમ લાગે કે હું લેપાયમાન થઈ ગયો, મને અડ્યું, હું અશુદ્ધ થઈ ગયો. પ્રકૃતિના ગુણ-દોષ જુએ છે તે જોનારો અહંકાર-બુદ્ધિનો ભાગ છે. લેપિત ભાગ છે તેથી એકરસ નિર્દોષતા નથી દેખાતી અને મૂળ આત્માનો 41
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy