SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પ્રશ્નકર્તા : એ ભગવાન તો સહજ પ્રકાશે છે, તો પછી આ વચ્ચે કોણ છે કે જે આ બધું વિકારી કરી નાખે છે ? દાદાશ્રી : જે મોક્ષ ખોળે છે તે, બંધાયેલો છે તે. પ્રશ્નકર્તા અને એ આપે કીધું અહંકાર? દાદાશ્રી : હા, અહંકાર ને મમતા. જે બંધાયેલો છે તે છૂટવા માગે પ્રશ્નકર્તા : એ જે બંધાયેલો છે તે કયા પક્ષમાં છે ? પ્રકાશના પક્ષમાં છે કે આ પરમાણુઓના પક્ષમાં ? દાદાશ્રી : પરમાણુઓના પક્ષમાં. એ પરમાણુઓનો બનેલો છે. એ પરમાણુઓનું વિકારી સ્વરૂપ છે. પરમાણુની જે વિકારી અવસ્થા છે એને પુદ્ગલ કહે છે. પુદ્ગલ એટલે પૂરણ-ગલન. આત્મા જુદો છે ને આ પૂરણ-ગલન જુદું છે. જ્યાં સુધી પૂરણ-ગલનના સોદામાં છો, ત્યાં સુધી આત્મા પ્રાપ્ત નહીં થાય. એ સોદા જ્યારે બંધ થઈ જશે, એ સોદાના માલિક તમે નહીં રહો ત્યારે તમારો આત્મા પ્રાપ્ત થશે. વિભાવ-વિશેષભાવ તે વિકાર પ્રશ્નકર્તા : વિકાર એટલે શું? વિકારનો સૈદ્ધાંતિક અર્થ સમજાવો. દાદાશ્રી : આત્મા વિકારમાં આવ્યાથી આ સંસાર ઊભો થઈ ગયો છે. નિર્વિકાર એટલે મોક્ષ. પ્રશ્નકર્તા: વિકાર જ સમજણ નથી પડતી, વિકાર કોને કહેવાય, વિકાર શબ્દ ? દાદાશ્રી : આ પાણી પાડીએ, તે એની મેળે નીચે જાય. એ વિકાર ના કહેવાય, નિર્વિકાર કહેવાય. અને પાણીને ઊંચે ચડાવીએ એક ફૂટ, તે વિકાર કહેવાય. પાણીને એક ફૂટ ઊંચે ચડાવે એ એનો સ્વભાવ નથી, એ વિકારી થયું કહેવાય. એવા જાતજાતના વિકાર. આપણે મેળવણ નાખીને
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy