SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) એ દેખાડે, ત્યારે એને તાવ આવતો નથી. થર્મોમિટરને કોઈ દહાડો તાવ નથી આવ્યો, એ તો ઊલટું તાવ દેખાડે એવું છે. લોક તો કહેશે કે ભઈ, આ તાવને અડી અડીને એને તાવ ચડી ગયો છે. તે મૂઆ એને ચડતો હશે ? ડૉક્ટરને ચડી જાય જે થર્મોમિટરના માલિક છે એને, પણ થર્મોમિટરને તાવ ના ચઢે. એટલે આત્મા થર્મોમિટર સમાન છે. પોતાને બધી જ ખબર પડે. ૩૧૨ પ્રશ્નકર્તા ઃ પોતાને પોતાની મેળે ખબર પડે ? : દાદાશ્રી : હા, મન-વચન-કાયા ઈફેક્ટિવ છે અને આત્મા થર્મોમિટર જેવો છે, તરત જ ખબર પડી જાય. મહીં સારું-ખોટું બધું બતાડે આત્મારૂપી થર્મોમિટર જેનામાં આત્મા છે, એ ભણેલા કે ના ભણેલા એ જોવાનું નથી. આત્માને અધ્યાત્મમાં ભણતરની જરૂર છે નહીં. ભણતરની જરૂર સંસારમાં છે. અભણ સ્ત્રીઓ પણ સમજી જાય કે આ એમણે કર્યું એ ખોટું કહેવાય. એ શી રીતે સમજી જતી હશે ? અભણ છે ને ? આત્મા જ એની પાસે છે થર્મોમિટર, તે બધું જ સમજી જાય. થર્મોમિટર આત્મા છે જ્યાં આગળ, ત્યાં તરત બધું ખબર પડી જાય કે અવળે રસ્તે ચાલ્યું. જો આમ ચિંતા થતી હોય તોય ખબર ના પડે કે ચિંતા થાય છે ? સમાધિ રહેતી હોય તેય તને ખબર પડેને ? એ થર્મોમિટર કોણ હશે ? એ થર્મોમિટર ક્યાંથી લાવ્યો તું ? એ આત્મા થર્મોમિટર સમાન છે. તું પરીક્ષામાં ભૂલ કરતો હોય ને તે ઘડીએ તરત ખબર પડેને કે આ ભૂલ થઈ રહી છે ? પ્રશ્નકર્તા : ભૂલ થયા પછી યાદ આવે. દાદાશ્રી : પછી પણ બીજું કોઈ વચ્ચે આવ્યું નહીં, છતાંય ખબર પડે જ છે ને ? એ તો આવરણ ખસી ગયું કે તરત ખબર પડે. કેટલાક માણસો પોતે (પરીક્ષામાં) પાસ થવાના કે નહીં, એ જાણતા હોય. કેટલાક તો એમ કહેશે, હંડ્રેડ પરસેન્ટ ગેરન્ટીથી પાસ થવાનો જ. બધું પોતાને
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy