SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩.૨] અમર સૂક્ષ્મતમ વસ્તુ આત્મા, અજર-અમર-અખંડ આત્મા અજર-અમર-અખંડ, પરમાનંદી સ્વરૂપ છે. તમારું સ્વરૂપ પરમાનંદી છે, અજર છે, અમર છે, અવિનાશી છે. પ્રશ્નકર્તા આત્મા સિવાય બીજું કંઈ અમર છે ? દાદાશ્રી : છયે તત્ત્વ અમર છે. એમાંનું એક આ ચેતન તત્ત્વ. આત્મા એ જ ચેતન તત્ત્વ. પ્રશ્નકર્તા: આપણો આત્મા છે જે ચેતન છે, એ મરે નહીં એમ કહે છે. દાદાશ્રી : એ સ્થૂળ વસ્તુ નથી, કે મરી જાય. એ તો સૂક્ષ્મતમ વસ્તુ છે. એને મરવાનું હોય જ નહીં. આ આકાશ જેવી જ વસ્તુ છે. એનો નાશ જ ના થાય ને એ ડુંગરની આરપાર જતો રહે, ભીંતોની આરપાર જતો રહે. એને અગ્નિ બાળી શકે નહીં. પાણી એ (ભીંજવી) કરી શકે નહીં. એના બીજા બધા બહુ ગુણો છે. પ્રાણના આધારે સંબંધ, દેહ અને આત્માનો પ્રશ્નકર્તા: આપણે કહીએ છીએ કે પ્રાણ અને આત્મા એક નથી, તો એનો અર્થ સમજાવો.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy