SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩.૧) અજન્મ દેહ સાથે હોય. પણ દેહ છે તે અજન્મા ના હોય, મહીં આત્મા અજન્મા છે. એ પોતે દેહ હોવા છતાં આત્મસ્વરૂપ થઈ ગયેલા એટલે અજન્મા કહેવાય. તમેય અજન્મા ખરા કે નહીં ? તમેય અજન્મા ખરાને ! જન્મ પામ્યા ચંદુભાઈ અને તમે અજન્મા છો. આટલું ભાન થાય એટલે માણસ પૂરો જાગ્રત કહેવાય ! પછી તમે અવિનાશી છો, ચંદુભાઈ વિનાશી છે, એક જ સ્થાનમાં બન્ને હોવા છતાં. ૨૯૩ આ દરેક બીજ હોય છે ને, એ દરેક બીજમાં વિનાશીય છે અને અવિનાશીય છે. અવિનાશી બીજની અંદર જ હોય, બીજની બહાર હોય નહીં. બીજની બહાર જે અવિનાશી હોય તે આખા બ્રહ્માંડથી નિવૃત્તિ થઈ ગયેલા હોય, સિદ્ધદશામાં હોય. દેહ સાથે જન્મે છતાં અજન્મા સ્વભાવતો આત્મા પ્રશ્નકર્તા : આત્માનો મોક્ષ થાય પછી તો જન્મ ન થાય, પણ જો મોક્ષ ન થયો અને ફરીથી શરીરનો જન્મ થાય તો એની સાથે સંકળાયેલો જે આત્મા છે એ એની સાથે ને સાથે રહે કે કેવી રીતે થાય એનું ? દાદાશ્રી : એનો એ જ, બીજો કોઈ નહીં. એ તો અનંત અવતારથી એકનો એક જ આત્મા. પ્રશ્નકર્તા : હા, જો એનો એ જ જાય તો આપણે એમ કહીએ છીએ કે આત્મા અજન્મ છે, આત્માનો જન્મ નથી તો પુદ્ગલનો જન્મ થાય એની સાથે ને સાથે આત્મા જોડાયેલો જાય, તો એનો જન્મ ન થયો કહેવાય ? દાદાશ્રી : ના, આત્માનો જન્મ થયો કહેવાય નહીંને ! પ્રશ્નકર્તા ઃ એ કેવી રીતે ? કારણ કે સાથે ને સાથે જ જોડાયેલો છે. દાદાશ્રી : એનો સ્વભાવ જ નથી, પોતે અજન્મા સ્વભાવનો છે. આ એને પુદ્ગલનો સંયોગ છે. પુદ્ગલના સંયોગમાં ફસાયો છે. એ વિયોગ થઈ જાય તો પોતે મુક્ત જ છે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy