SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સ્વરમણતા-૫૨૨મણતા પ્રશ્નકર્તા ઃ સ્વભાવ રમણતા એ જ યથાખ્યાત ચારિત્ર ? દાદાશ્રી : હા, યથાખ્યાત કહેવાય. એના આગળનું ચારિત્ર એ કેવળચારિત્ર કહેવાય. આ પૂરું થાય એટલે કેવળચારિત્ર કહેવાય. ૨૦૧ વીતરાગ ચારિત્રની અંદર જ પછી, એની રમણતા એમાં ને એમાં જ રહ્યા કરે, એ ભગવાન મહાવીરનું ચારિત્ર. આત્માની પૂર્ણ દશા ઉત્પન્ન થતા સુધી આ રમણતા રહે છે. આત્માની રમણતા ક્યાં સુધી ? પોતાની પૂર્ણ દશા ઊભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીંને ! પોતે, પોતે (પૂર્ણ સ્વરૂપ, પરમાત્મા) જ થઈ ગયોને ! એટલે પૂર્ણ દશા આત્માની છે તે. સ્વરમણતા, પૂર્ણ દશા થવા માટે જ પ્રશ્નકર્તા ઃ આત્માની રમણતા થઈ જશેને ? પોતાની પૂર્ણ દશા : થઈ જશેને ? દાદાશ્રી : થઈ જ જવાનીને ! એ જે રસ્તે ચાલ્યા છે, તે ગામ તો આવવાનું જ ને વળી. અને હવે એવી દિશા બદલી થવાની નથી. મેઈન લાઈન પર આવી ગયા પછી વાંધો નહીંને ! આ જ એની જ લાઈન છે આ. એનો સ્વભાવ જ આ છે. કરવાનુંય કશું નથી, એનો સ્વભાવ જ કરશે. સ્વભાવમાં જ ૨મમાણ, એ આત્મરમણતા કહેવાય. પ્રશ્નકર્તા : પછી પોતે' ‘પોતે' જ થઈ ગયો ! દાદાશ્રી : ‘પોતે' જે હતો તે મૂળ ‘પોતે' જ થઈ ગયો. એટલે રમણતાની દશા પૂરી થઈ ગઈ ! અમારા જ્ઞાની મહાત્માઓને સ્વરમણતા અને નિજ મસ્તી, તે નિજ મસ્તીમાં રહેવા સ્વરમણતામાં જ રહે. ܀܀܀܀܀
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy