SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સ્વરમણતા-૫૨૨મણતા પ્રશ્નકર્તા ઃ બરાબર. છેવટે આ કરવાનું છે, એવું લક્ષમાં હોવું જોઈએ. ૨૬૯ દાદાશ્રી : હોય જ બધાને, શબ્દ ના સમજે તોય પણ એમ ને એમ તો બોલે. છેવટે આત્મરમણતા, સ્વરમણતા, બધું એકનું એક જ. સ્વરમણતા એટલે પેલું જ, એ ભગવાન મહાવીરના જેવું એક પુદ્ગલ જ જોતો હોય. પ્રશ્નકર્તા : આપને પણ એવું રહેતું હોયને, દાદા ? દાદાશ્રી : અમારેય કાચું હોયને ! થાય ને ના થાય ને એ જરા કાચું પડી જાય. આ જે તું વાત બોલુંને, એ ૫૨૨મણતામાં બોલું છું. આખો દહાડો ૫૨૨મણતામાં રહો છો તમે. નિશ્ચયથી સ્વરમણતામાં પણ વ્યવહારમાં જ તમારો નિશ્ચય વર્તે છે. પ્રશ્નકર્તા : આખો દહાડો ? દાદાશ્રી : એ તો આવું જ હોય. (તો પણ) આ તો બહુ ઊંચું પદ કહેવાય. સ્વરમણતાતી પ્રાપ્તિ, તિગ્રંથ થાય ત્યારે હવે આ જગત આખું ‘શેય’ સ્વરૂપે છે અને તમે ‘જ્ઞાતા' છો. તમને ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ? ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયા પછી ‘શેય'ને જોયા જ કરવાનું છે. જ્ઞાયક સ્વભાવ એ સ્વરમણતા છે. એક જ ભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં જ રહેવાનું. પ્રશ્નકર્તા : અત્યારે તો કઠિન પડે એ. દાદાશ્રી : અત્યારે એ ના હોયને ! અત્યારે બહાર જોવું પડે આપણે. પણ તે એટેચમેન્ટ વગરનું હોય તો એ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય અને એટેચમેન્ટ સહિત હોય તો તે ઈન્દ્રિય જ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા ઃ તન્મય થઈ જાય તો ઈન્દ્રિય જ્ઞાન આવી જાય ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy