SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સ્વરમણતા-પરરમણતા ૨૫૯ દાદાશ્રી : પુદ્ગલ રમણતા પરઉપયોગ અને સ્વરમણતા સ્વ ઉપયોગ, સ્વરમણતા એ શુદ્ધ ઉપયોગ. આત્મા જોવા એ શુદ્ધ ઉપયોગ થયો કહેવાય. જ્ઞાનીનો આપેલો, દેખાડેલો આત્મા એ બધું જુઓ એ શુદ્ધ ઉપયોગ. જેટલો શુદ્ધ ઉપયોગ, એનું નામ શુદ્ધ નિશ્ચય, એ જ શુદ્ધ આત્મરમણતા અને તો જ શુદ્ધ વ્યવહાર રહે. જેટલો શુદ્ધ નિશ્ચય હોય એટલી વ્યવહાર શુદ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુદ્ધ થાય એટલી વ્યવહાર અશુદ્ધતા. આપણે તો હવે બધું ચોખ્ખું કરીને સ્વ-ઉપયોગમાં રહી અને મોક્ષે જવાનું છે. સ્વરમણતા, આત્મરમણતા, સ્વ-ઉપયોગ જે કહો તે એમાં રહીને ! પ્રશ્નકર્તા ઃ દાદા, પણ પહેલા તો આત્મરમણતા, સ્વ-ઉપયોગ, આત્મા એ બધી વાતોમાં કોઈ રસ પડતો હોતો ને આજે તો જ્યારે આ વાતો સાંભળીએ તો એના આનંદથી ઊભરાઈ જવાય છે. દાદાશ્રી : પહેલાની એ વાત તે કોના ઘરની વાત ? મોટા માણસ છે તે શિખંડ ને બાસુંદી એવું બધુંય જમતા હોય, તે આપણે અહીં વાતો કરીએ તેથી કંઈ આપણું મોટું કંઈ મીઠું થાય ? પ્રશ્નકર્તા: ના થાય. દાદાશ્રી : એ બધી વાતો જ બુદ્ધિ વધારનારી. તે ડખલમાં પડ્યો. આ તો મૂળ માર્ગ ઉપર આવી ગયા, વસ્તુ હાથમાં આવી ગઈ. સ્વઉપયોગ હાથમાં આવી ગયો, આત્મરમણતા હાથમાં આવી ગઈ અને પરરમણતા ટળી. જે પુદ્ગલમાં રમણતા હતી એ ટળી ગઈ. સ્વરમણતામાં રહે ત્યારે બહાર વ્યવસ્થિત જ હોય પ્રશ્નકર્તા એવું મનમાં બેઠું છે કે શુદ્ધાત્માનું જે લક્ષ થયું તે પહેલા તો આત્મા ને દેહની ભિન્નતા ખબર નહોતી. હવે આ પુદ્ગલ આત્માના પ્રદેશોની અંદર જે ભરેલું હોય, તે વ્યવસ્થિત પ્રમાણે બહાર નીકળેને?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy