SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તત્ત્વ અગુરુલઘુ કહેવાય, જ્યારે મૂળ તત્ત્વના પર્યાય, અવસ્થાઓ ઉત્પન્ન થાય ત્યારે ગુરુ-લઘુ થાય. છયે દ્રવ્ય અગુરૂ-લઘુ સ્વભાવના છે, પણ આ પ્રકૃતિ એ વિકારી સ્વભાવ છે, એ ગુરુ-લઘુ સ્વભાવની છે. ક્રોધ વધી જાય, ઘટી જાય, એ અગુરૂ-લઘુ સ્વભાવમાં આવે નહીં. રાગ-દ્વેષેય ગુરૂ-લઘુ સ્વભાવના છે. એને આત્માના કહેવામાં આવે તો ભયંકર ભૂલ છે. આ દુનિયામાં ગમે તેટલું બાળો, ગમે તે કરો, પણ પરમાણુ જે છે એ એક પરમાણુ વધે નહીં, એક પરમાણુ ઘટે નહીં. એ મૂળ સ્વરૂપે અગુરુલઘુ સ્વભાવના છે, પણ જે વિભાવિક પુદ્ગલ છે એ બધું વિકૃતિવાળું છે, એ બધું ગુરુ લઘુ સ્વભાવનું છે. પોતાનામાં અને જગતની ચીજોમાં ફેર શું છે ? પોતે અગુરુ-લઘુ સ્વભાવનો અને જગતની ચીજોનો સ્વભાવ ગુરુ-લઘુ છે. રાગ-દ્વેષ થાય છે એ ગુરૂ-લઘુ સ્વભાવવાળા છે, જ્યારે પોતે તો સ્વભાવથી જ વીતરાગ છે, અગુરુલઘુ સ્વભાવવાળો છે. જ્ઞાની પુરુષ પોતાને એ શુદ્ધાત્મદશામાં લાવી આપે. કષાયભાવ પુદ્ગલના છે, આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ નથી. એ બીજી કોઈ વસ્તુના ગુણધર્મ છે. પુદ્ગલ વધી જાય, ઘટી જાય, મોટું થાય, પૈડું થાય, એ બધો પુદ્ગલનો સ્વભાવ છે. અનંત અવતાર થયા, આત્મામાં ફેરફાર ના થાય. આત્મા વધે નહીં, ઘટે નહીં, તેનો તે જ અગુરુલઘુ સ્વભાવ. ગમે તેવો કાળ બદલાય, આત્મામાં ચેન્જ ના થાય. આત્માનું એક-એક પરિણામ અગુરુલઘુ સ્વભાવનું છે, સનાતન છે, શાશ્વતી છે અને બીજા બધા વિશેષ પરિણામો છે, એ ગુરુ-લઘુ સ્વભાવના છે. એ મારા પરિણામો નથી, હું તો શુદ્ધાત્મા છું. ક્રોધ-માન-માયા-લોભ થાય એને “આપણે” જોયા કરવાના, કે આ દોષ વધ્યો, આ ઘટ્યો, એટલે “આપણે” છૂટા રહ્યા. પછી પોતાની જોખમદારી નહીં. શોક, હતાશા, નિરાશા, ગડમથલ થવા માંડે, ગમે તેવું ડિપ્રેશન 33
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy