SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સ્વરમણતા-પરરમણતા ૨૪૯ દાદાશ્રી : એવું છે કે અપરિગ્રહી શાના આધારે છે ? “અક્રમ વિજ્ઞાનના આધારે, પણ વ્યવહારથી અપરિગ્રહી નથી. એટલે “અપરિગ્રહી દશા” જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી છેલ્લી વસ્તુ હાથમાં ના આવે. આત્મરમણતા ત્યારે અદ્વૈત, સંસારી કાર્ય ત્યારે દ્વૈત પ્રશ્નકર્તા : વેદાંતમાં દૈત-અદ્વૈતની વાત આવે છે, તે દ્વૈત એટલે પરરમણતા અને અદ્વૈત એટલે સ્વરમણતા એમ સમજવું ? દાદાશ્રી : હા પણ આ દૈત અને અંત બેઉ છે. આત્માની રમણતામાં રહે, તે વખતે અદ્વૈત અને પાછો અહીં સંસારી કાર્યમાં આવે તે ઘડીએ દ્વત. પ્રશ્નકર્તા : હા, વૈતાદ્વૈતભાવ એ દૈતને અંગે અદ્વૈત અને અદ્વૈતને અંગે દૈત. પણ આ વૈત ને અદ્વૈતથી જે પર... ! દાદાશ્રી : વૈત ને અદ્વૈતથી જે પર તે પરબ્રહ્મ. માટે આ અદ્વૈત છે, એ દૈતના આધારે રહેલો છે. એટલે આ લોકોએ એમ કહ્યું કે શુદ્ધાદ્વૈત ને વિશિષ્ટાદ્વૈત. અલ્યા મૂઆ, એકલો ના બેસાડાય. દેહ છે ત્યાં સુધી આત્મરમણતામાં જેટલો વખત રહ્યો તેટલો વખત અદ્વૈત અને આ દેહમાં પાછા આમ કાર્ય કરવા નીકળવું પડ્યું એ ત. અને જ્યારે આ વૈતાદ્વૈતભાવ છૂટ્યો એ પરબ્રહ્મ. ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપ છે, વૈતાદ્વૈતભાવ. જે વખતે ઉપયોગ આત્મામાં હોય તે ઘડીએ તમારી અદ્વૈત સ્થિતિ છે અને પછી આત્મરમણતામાંથી નીકળીને આ સંસારી કાર્યમાં પેસવાનું થયું હોય, તો તેમાં દૈત સ્થિતિ છે. વૈતાદ્વૈત છે આત્મા. અને પછી ત્યાંથી નિર્વાણ થયા પછી તો વૈતાદ્વૈતેય રહેતું નથી, કશું વિશેષણ જ રહેતું નથી. સ્વરૂપ રમણતા સુગમ જ્ઞાનીકૃપાએ પ્રશ્નકર્તા ઃ ભગવાન મહાવીર વિશે સાંભળેલું કે ઉપદેશ આપતા કે કાર્યો કરતા પણ એમને અખંડ સ્વરૂપ રમણતા રહેતી'તી ! દાદાશ્રી : હા, પણ તેય છે તે કેવળજ્ઞાન થયા પછી, કેવળજ્ઞાન થતા
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy