SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પરપરિણામ થાય બંધ, એતી મેળે પ્રશ્નકર્તા : દાદા, પણ એ બૉલને અટકાવવા જાય છે, ઉછળતો બંધ કરવા જાય છે. દાદાશ્રી : એટલે એના પરિણામ બંધ કરવાનો પ્રયત્ન કરે છે એ. અલ્યા, એના પરિણામ તો બંધ થઈ જ જવાના છે, એની મેળે જ. ફરી તું નાખવાનો બંધ કરી દે, એટલું અમે કહીએ છીએ. નાખવાના બંધ કરે એટલે કર્તા-કર્મ બંધ થઈ જાય. જેટલા કર્તા થઈ ગયા છે, એ તો એની મેળે ફૂટબૉલ ઊંચા ઉછળ ઉછળ ઉછળ કરીને ટાઢું થઈ જાય. પેલું ફૂટબૉલ તો આ બાજુ તમે અહીં જોશો તોયે એના પરિણામ બંધ થવાના છે. જે ટાઈમે બંધ થવાના છે તે ટાઈમે અને નહીં જુઓ તોય એ બાજુ બંધ થવાના છે. એ તો પ૨પરિણામ છે, પરિણામ ઉત્પન્ન થયા છે. એ પરિણામ એની મેળે બંધ થઈ જવાનું. હું જાણું કે કો'ક હજુ એકદમ ખૂબ ક્રોધ કરતો હોય તો ધીમે ધીમે એ ક્રોધ નરમ થતો થતો થતો એ ઓગળતો જશે. પ્રશ્નકર્તા : દાદા, પણ હજુ ક્રોધ થઈ જાયને ત્યારે શંકામાં પડી જવાય છે કે મારું જ્ઞાન બગડી ગયું ? દાદાશ્રી : તમને આ જ્ઞાન પછી આ બધા પરિણામ આટલા બદલાયા, તેમાંનું એક જ બદલાયું હોય તો પણ જગત કાચું ના પડી જાય, એવું જગત છે ચોક્કસ. એક જ જો અનુભવ થઈ ગયો હોયને, એક જ ! એમાંથી ચિંતા બંધ થઈ ગઈ, ત્યાં સુધીનું જો બંધ થઈ ગયું હોય તો પછી પાછો જ ના પડે. આ તો બધા કેટલા (ફેરફાર) ! લક્ષ બેઠું, ચિંતા ઊડી ગઈ, ફલાણું ઊડી ગયું, બધું કેટલું ! પરિણામમાં તો ગમે એટલો ક્રોધ થાય તોય આપણે જોયા કરવું. ઓહોહો ! ચંદુભાઈ, તમારા પરિણામ તો ભારે લાગે છે, કહીએ. એમ કહેવું ઊલટું. આપણે જોનારા રહ્યા. અહંકાર ત રહેતા, પરપરિણામતા ન રહ્યા જવાબદાર હવે આ જ્ઞાન પછી ક્રોધ એ વાળી લેવાય એવો થયો છે ને ? અને લોભેય વાળી લેવાય એવો થયો છે ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy