SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) ‘દાદા ભગવાન” એ સ્વપરિણતિ કરવાનું જ્ઞાન. અને હમણે બીજા કોઈ ભગવાન હોય તો પરપરિણતિ ઉત્પન્ન થાય. આ તો દાદા ભગવાન આપણે કોને ઉદેશીએ છીએ ? મહીં જે પ્રગટ થયા છે તેને ઉદેશીએ છીએ. માટે એ જ મુખ્ય વસ્તુ છે. એ સ્વપરિણતિ છે. - ‘દાદા ભગવાન' સાધન નથી, આલંબન નથી, પોતાનું જ સ્વરૂપ છે. તમારું સ્વરૂપ જ “દાદા ભગવાન' છે. જો આલંબન હોય તો તો પરપરિણતિ ઊભી જ છે. એ આલંબન નથી, માટે એ સ્વપરિણતિ છે. કો’ક જ વખત આવું બને છે. તીર્થકરોને માટે ખરું. કારણ કે એમનામાં અહંકાર નહીંને ! અને ક્રમિક માર્ગના જ્ઞાનીમાં તો અહંકાર રહે એટલે પરપરિણતિ રહે. એ એમનું અવલંબન ને નિદિધ્યાસન એ પરપરિણતિ કહેવાય. અને આ સ્વપરિણામી ચીજ છે. પ્રશ્નકર્તા : “જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે' એવું કહો છો તો તેમનું નિરંતર નિદિધ્યાસન રહે તો એને સ્વપરિણતિ કહેવાય ? દાદાશ્રી : હા, એ સ્વપરિણતિ કહેવાય.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy