SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૧) સ્વભાવ : પરભાવ જો આજ્ઞા પાળશો તો પરભાવ ને પરદ્રવ્યની ભડક રાખશો નહીં. એ જો ભડક રહી હોતને તો આ માર્ગ કહેવાત જ નહીં કે મેં તમને મોક્ષ આપ્યો છે એવું. એટલે એ ભડક નથી, માટે તમારે કોઈએ ભડકાટ રાખવાનો નહીં. ૧૮૯ એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તોય એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી. જો આજ્ઞા પાળો છો તો આ નથી અને આ છે તો આજ્ઞા પાળી શકાય નહીં. એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો બધું. વિજ્ઞાન આખું પૂરું કરે તો એક જ માણસ આખા બ્રહ્માંડને એ (આશ્ચર્ય) કરી નાખે. પ્રશ્નકર્તા : આવો વિચાર આવ્યો એટલે મારી જાગૃતિ ઓછી અને આજ્ઞાનું પાલન ઓછું થાય છે એવો અર્થ થયો ? દાદાશ્રી : ના, એવું કશું નહીં. આ તો આ સમજણનો ખુલાસો થયેલો નહીંને એટલે આવું થાય. આ સમજણનો એક ફેરો ખુલાસો થઈ ગયો એટલે ફરી ના થાય. પ્રશ્નકર્તા ઃ પરભાવમાં ચાલ્યું જવાય છે એટલે આજ્ઞામાં નથી રહેવાતું એમ કહેવાય ? દાદાશ્રી : હવે પરભાવમાં જતું જ નથી. પરભાવ વસ્તુ જુદી છે. બીજું જાય છે એ. પરભાવ હોતો નથી. (હવે) એ કર્મની નિર્જરા જ થયા કરે. કંઈ વાંધા જેવું નથી એમાં. પરભાવ તો કર્મ બંધાય, ચાર્જ થાય અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય. અને ચિંતા થાય એટલે ભટકવાનું દુનિયામાં, સંસાર મંડાયો. આ વિજ્ઞાન એમાં પરદ્રવ્ય અને પરભાવ છે જ નહીં. જો હોત તો એ સમાધિ આપે જ નહીં. પ્રશ્નકર્તા : એટલે આજ્ઞા પાળવી એ જ મુખ્ય છે ? દાદાશ્રી : બસ, બીજું કશું જ નહીં. આપણે આજ્ઞા પાળશોને, એ એનું ફળ જ આ છે. પરભાવથી મુક્તિ અને સ્વભાવમાં રહેવું એ જ આ
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy