SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પ્રશ્નકર્તા ઃ એ ખબર નથી. દાદાશ્રી : આ બધા પડઘા છે અને તે નિર્જીવ છે પાછા. એટલે તમારે સાંભળવાનું નહીં, પણ તે એમને એમ જાય એવાય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. એ લેપાયમાન ભાવો વારેઘડીએ જાતજાતના ઊભા થયા જ કરવાના મહીં. એ પણ આપણા અભિપ્રાયને લઈને છે. અભિપ્રાય જો ના હોય તો કશું નહીં. જેના અભિપ્રાય ગયા તેને કશું જ નથી. હજુ પાછલા અભિપ્રાય છે ને આપણા, તે હવે ના ઈચ્છા હોય છતાંય પાછલા અભિપ્રાય તો જાય નહીંને ! માટે અભિપ્રાય આપશો નહીં કોઈના માટે. અને આપો તો સમભાવે નિકાલ કરી નાખજો. હવે બોલતી વખતે તમે એવો શું ઉપાય કરશો, કે એ બેસી જાય ? ત્યારે કહે, તમારે એવું બોલવાનું કે એ તો ઉપકારી છે મારા. તો ટાઢા પડશે, નહીં તો ટાઢા નહીં પડે. તમને ગૂંચવી મારશે મૂઆ. એટલે તમે એવું બોલશોને, ત્યારે એ બધાય બંધ થઈ જાય. આ તો નવી જાતનું, ઉપકારી કહે છે પાછા. એટલે પાછા ટાઢા થઈ જશે. આ તો બધી દુનિયા એવી છે. મહીં સાવ વગર કામનું. આ તો મહીં કશું જ નહીં. આખું આ આનાથી જ તોફાન ચાલી રહ્યું છે. એ મનવચન-કાયાના ભાવોથી જ, લેપાયમાન ભાવોથી જ ચાલી રહ્યું છે આ જગત. પ્રશ્નકર્તા : બહુ જ મોટું હથિયાર આપ્યું આપે આ તો ! દાદાશ્રી : હા, એટલે આ જે હોય તે તમે સમજી જજો. ગભરાશો નહીં, એ છોને આવે. તારે આવવા હોય એટલા આવને, કહીએ. લેપાયમાન ભાવો લેખે, તે તેમાં નિર્લેપ રાખે તે ઉપયોગ પ્રશ્નકર્તા : આ પેલા જ્ઞાનના વાક્યો છે જે, લેપાયમાન ભાવોથી નિર્લેપ છું, એ જ્યારે પ્રસંગ વખતે વાપરે ત્યારે એ ઉપયોગમાં જ ગણાય ને ? દાદાશ્રી : ઉપયોગમાં જ. પર ઉપયોગમાં જતા અટકાવે એ વાક્યો.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy