SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) લેપાયમાન ભાવો ૧૭૫ અને “હું શુદ્ધાત્મા છું તો એને લેપાયમાન નહીં કરે. તેનું તે જ, ભાવો તો તેના તે જ છે. પ્રશ્નકર્તા એટલે આમાં શું થયું કે અજ્ઞાનતામાં એને ફરી ઈચ્છા થાય કે પેલી કેરી ફરી મળે તો સારું ? દાદાશ્રી : હા, ફરી ઈચ્છા થઈ કે બંધાયો. પ્રશ્નકર્તા: હા, સમજી ગયો. એટલે રસ ઉત્પન્ન થયો અને રસ રહ્યો. દાદાશ્રી : અને આપણે શું કહ્યું કે ખાવ સારી રીતે, રસ ભોગવો પણ તે પોતે જુદો જ છે. તે પેલો તો ભોગવેય નહીં પૂરો ને મૂઓ આવું બાંધે. એટલે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. જે ભાવો આખા જગતને લેપાયમાન કરી દે છે, હવે તમને એમ સમજ પડી કે આ લેપાયમાન ભાવો એ મારા ભાવો નથી. એટલે તમે કહો છો કે આ મારે લેવાદેવા નથી. એટલે એ ભાવો તમને નુકસાનકર્તા નથી. પણ પેલો તો એમ જ જાણે છે કે આ ભાવો મને જ આવે છે ને મારા જ છે, એટલે એને લેપાયમાન થાય છે. એને પોતાને બાંધે છે એ ભાવ. (એ પોતે) નિર્લેપ રહી શકે નહીં. આ મન-વચન-કાયાના ભાવ એટલે શું, કે અહંકાર-બુદ્ધિ બધાના ભેગા થઈને આ ભાવ ઉત્પન્ન થયેલા છે. એટલે એ બધા લેપ કરે એવા છે, લેપાયમાન ભાવો છે. એટલે એ આવરણ કરે એવા છે. મનમાં વિચાર આવે એ મનમાં લેપાયમાન થયા કહેવાય. વાણી બોલે એ વાણીના લેપાયમાન ભાવ કહેવાય અને વર્તન કર્યું, કો’કને ધોલ મારી દીધી એ દેહના લેપાયમાન ભાવ કહેવાય. એ બધા પ્રાકૃત ભાવો છે, જડ ભાવો છે અને એ મારા ભાવો હોય. મારા ચેતન ભાવ. પ્રશ્નકર્તા: ચેતન ભાવ એટલે શું ? દાદાશ્રી : ચેતન ભાવ કેવો હોય ? પેલો (ચંદુ) ધોલ મારે, તો
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy