SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] તિર્લેપ-અલિપ્ત [૭.૧] આત્મા સદા નિર્લેપ જ પ્રકાશસ્વરૂપ આત્મા નિર્લેપ-અસંગ, શરીરથી પ્રશ્નકર્તા ઃ આત્મા નિરંતર હોય, નિર્લેપ હોય, તો પછી એને આ શરીરની સાથે કેમ રહેવું પડે છે ? દાદાશ્રી : હા, છે જ ને નિરંતર. તમારો આત્મા છે તે નિર્લેપ જ છે. બધાનો આત્મા, જીવ માત્રનો આત્મા નિર્લેપ જ છે. અને આ (શરીર) થયું છે તે વૈજ્ઞાનિક અસર છે. પ્રશ્નકર્તા ઃ તો પછી શરીરને ને આત્માને શું સંબંધ રહે ? દાદાશ્રી : શરીરને ને આત્માને કોઈ સંબંધ જ નથી. આ દેહમાં આત્મા તદ્દન જુદો જ છે. જેમ પાણીમાં તેલ રેડીએ ને જુદું હોયને, તેવો નિર્લેપ છે. તમે સાધારણ જુઓને, (તમારા) હાથ ઉપર પ્રકાશ પડવા દો, તો એ પ્રકાશ નિર્લેપ રહે છે કે લેપાયમાન થાય છે ? આ દીવાનું અજવાળું છે તે હાથ ઉપર નિર્લેપ થાય છે કે લેપાયમાન થાય છે ? પ્રશ્નકર્તા : નિર્લેપ, લેપાયમાન નહીં થાય.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy