SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૬.૨) અસંગ ને નિર્લેપ ૧૫૭ દાદાશ્રી : હા આવે, અમે એટલે સુધી કહ્યું છે કે આટલું બધું જોવાથી, આટલું બધું જાણવાથી પણ સંગ જ નથી એને. સંગ એટલે શેય જેટલું જોયું કે આ અડ્યું છે, આ અડ્યું છે પણ એ સંગથી આપણે અસંગ છીએ. આટલી બધી સંગી ક્રિયાઓ, બધું આખું જગત ચાલી રહ્યું છે પણ તેમાંય “હું અસંગ છું કહ્યું ત્યારથી ના સમજ્યા તમે ? આ જોખમવાળું વાક્ય વેદાંતમાં પણ ના હોય, કોઈ શાસ્ત્રમાં ના હોય. આ જ્ઞાન એવું છે કે કોઈ પણ સંયોગો ઊભા થાય તો પણ કોઈ પણ સંયોગો તમોને અડે તો શું, પણ સ્પર્શ સરખોય ના થાય. સર્વ સમાધાનકારી આ જ્ઞાન છે. અસંગ વૃતિ અનુભવાય સામાયિથી મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ જ છું. હવે સંગી ક્રિયાઓમાં અસંગ રહેવું એ કેટલી જાગૃતિ જોઈએ ? પ્રશ્નકર્તા: જબરજસ્ત જાગૃતિ જોઈએ. દાદાશ્રી : રોજ ત્રણ સામાયિક કરે ત્યારે સંગી ક્રિયામાં આમ એ અસંગ વૃત્તિ અનુભવેનહીં તો સંગ જ થઈ જાય. હવે આપણા કેટલાક તો મહીં એકાદ કરતા હશે વખતે પણ બહુ નહીંને ? એટલે જ અમે કહીએ છીએ કે ચેતો ! રોજ ત્રણ સામાયિક તો કરવી જ જોઈએ. “પોતે છૂટો જ છું એવું ભાન રહેવું જ જોઈએ ત્રણ કલાક, તો અસંગ વૃત્તિ થાય. નહીં તો જોઈન્ટ (ભેગું થઈ જાય પાછું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એકલું કરે કંઈ વળે નહીં. અસંગ વૃત્તિ ના જોઈએ? પ્રશ્નકર્તા : જોઈએ. દાદાશ્રી : મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી “હું તદન અસંગ છે. તે જ અસંગ, પણ પેલા ભાયમાન પરિણામ ફેરવી નાખે છે એને. પ્રશ્નકર્તા : એને અનુભવમાં આવવું જોઈએ ? દાદાશ્રી : અનુભવમાં આવવું જોઈએ અને નબળાઈઓ જવી
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy