SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૬.૨) અસંગ ને નિર્લેપ ૧૪૯ પ્રશ્નકર્તા ઃ આત્માને અડે નહીં. દાદાશ્રી : અસ્પર્થ આત્મા, નિરંતર અસંગ જ રહેનારી ચીજ. અને આ ભડકે છે એ સંગી ચેતના છે, મૂળ ચેતના નથી. એટલે સંગી ચેતનાને આપણે શું કહીએ છીએ ? કે અનાત્મા (પાવર ચેતના). આ આપણી શોધખોળ. સંગી ચેતના એ છે ડિસ્ચાર્જ ચેતતા પ્રશ્નકર્તા : સંગી ચેતના કોના આધારે, આત્મા કે જીવ ? દાદાશ્રી : સંગી ચેતના જીવના આધારે છે. એટલે જીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સંગી ચેતના રહે. પ્રશ્નકર્તા : એ સંગી ચેતના ક્યારેક કામ કરતી બંધ થઈ જાય એવું બને ખરું ? દાદાશ્રી : ના, એવું બને નહીં. સંગી ચેતના તો નિરંતર કામ કર્યા જ કરે છે. જ્યારે બેભાનપણું થાય ત્યારે એ કામ ના કરે. બેભાનપણું થાય ત્યારે તો બધી ચેતનાઓ જ બંધ થઈ જાય છે, એ ચેતનાઓ ઉ૫૨ આવરણ આવી જાય છે. શરીરમાં સંગી ચેતના એ ડિસ્ચાર્જ ભય ભરેલો છે. તે ડિસ્ચાર્જ થાય કે ભય ઉત્પન્ન થયા વગર રહે નહીં. અંગમાં રહેલી ચેતના છે, એ સાચી ચેતના નથી. એ ચેતના તો મિક્ષ્ચરસ્વરૂપે છે. સાચી ચેતના તો કોઈ દિવસ મિક્ષ્ચર થાયેય નહીં. આ તો બિલીફથી ઉત્પન્ન થયેલી છે. એ સંગી ચેતના પાછી અમુક જાતનો અવાજ થયો હોયને, તો એય (વિધિ કરતા મહાત્મા) ના ભડકે, હુંય ના ભડકું. કેટલાક ફેરા અમુક જાતના અવાજ થાય છે, તેમાં એ ભડકે તો હું ના ભડકું. એ બધું અમે માપ કાઢ્યા કરીએ. અજ્ઞાતથી ભય, સંગી ચેતતાથી ભડકાટ પ્રશ્નકર્તા : ભડકાટ એટલે શું ? દાદાશ્રી : આત્માની અજ્ઞાનતાથી ભય રહે છે અને સંગી ચેતનાથી
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy