SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) આપ્તવાણી-૧૪ (ભાગ-૪) અલૌકિકતી મહોર વાગતા થાય નિઃશંક પ્રશ્નકર્તા : જ્ઞાનીના શબ્દની અંદર આ ચેતનાનો સંગ છે માટે નિઃશંક થવાય છે ? દાદાશ્રી : હા, તો જ થાયને ! નહીં તો થવાય કેવી રીતે ? એમનું વચનબળ છે અને સજીવન થયેલી છે વાણી. પ્રશ્નકર્તા: હા, એનો સંગ છે. કાલે કહ્યુંને, અલૌકિકની મહોર છે. દાદાશ્રી : હા, અલૌકિકની મહોર ! પ્રશ્નકર્તા એનો સંગ છે એટલે નિઃશંક થાય છે. દાદાશ્રી : ના, પણ શબ્દ એ સારો છે. તે ઘડીએ નીકળી ગયો, નહીં તો હું ક્યાંથી ખોળત ? હું કંઈ આમની ડાયરીમાં જોવા જઉ ? તે ઘડીએ એની મેળે નીકળ્યો. માટે આની પાછળ છે ને, કંઈક ગોઠવણી છે ને ? ગોઠવણી છે કે નહીં ? પ્રશ્નકર્તા ઃ ગોઠવણી નથી, આ તો સાહજિક છે. ગોઠવણીવાળા (હોય) તો નિઃશંક થાય જ નહીં. દાદાશ્રી : અને બીજો ઈમ્પાવર (સત્તા આપવી) નીકળ્યો. ઈમ્પાવર કરતા આ જે મહોર કહીને તે બહુ સરસ લાગ્યો. ત્યારે કરી લેવા પૂર્ણ સ્થિતિના દર્શન પ્રશ્નકર્તા : પણ દાદા, એ આપ બોલો છો, તે વખતે જે વાક્યો આવા નીકળી આવે છે તે એ વાક્યો નીકળી આવે છે તે એ વાક્યો નીકળતી વખતે જે અમે જ્ઞાનીની મુખમુદ્રા જોઈએ છીએ. દાદાશ્રી: એ દર્શન, તે ઘડીએ દર્શન કરવા. આમ આમ (જે” જે') કરી લેવું. એ પૂર્ણ સ્થિતિ. વાક્ય નીકળેને, તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટારૂપે નીકળે. નીકળ્યા પછી પાછું જરાક આઘુંપાછું થાય. તે વખતે દર્શન કરવા. પૂર્ણ સ્થિતિના દર્શન.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy