SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અગુરુ-લઘુ દાદાશ્રી : જલદી ઊતરી જાય. પાછું ભૂલી ના જાય. એ તો રાગે પડી જાય એક વાર સમજી લે તો, તેથી હું કહું છું ને, સમજી જાવ. અહીં આવીને સમજી જાવ કે આ શું છે ! પછી કાયમ સમાધિ રહેશે. ૧૧૫ પેલી સમાધિ તો ગુરુ-લઘુવાળી છે, એ રિલેટિવ સમાધિ છે અને આપણી તો સહજ સમાધિ છે. આપણી સમાધિ તો અગુરુ-લઘુ છે. ‘હું અગુરુ-લઘુ' મંત્રજાપે, રહે સ્વમાં સ્થિર મન-વચન-કાયાની જે બધી ઘટમાળ અંતરમાં ઊઠે છે તે બધા શેય છે, ગુરુ-લઘુ સ્વભાવના છે. તે આપણે કહેતા'તા કે આ મને થાય છે. પણ આપણે તો હવે આત્મા થયા. આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે. હવે બેનો મેળ પડે જ નહીંને ! હવે જે જે ભાવો અને વિચારો આવે તે નિકાલી બાબત છે. એકુંય ભાવ વિચાર આત્માનો ન્હોય. ઈફેક્ટ (અસર) થાય તો ‘હું અગુરુ-લઘુ સ્વભાવનો છું' તેમ બોલવું. જીવ ઉછાળે ચઢે ત્યારે ‘હું અગુરુ-લઘુ સ્વભાવનો છું' બોલ્યો કે ઉછાળો બંધ. બાધા-પીડા દેહને થાય ત્યારે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ તેમ બોલજો. ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું' એવું બોલે કે તરત જ પોતાની ગુફામાં પેસી ગયો. ‘અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એ મોટામાં મોટો મંત્ર છે. આ જગતમાં બધા ડિપ્રેશનની પાછળ ‘અગુરુ-લઘુ સ્વભાવવાળો છું' એ બોલે, તે ઘડીએ ગમે તેવું ડિપ્રેશન આવ્યું હોય તો બંધ થઈ જાય. કેટલાય લોક, મહીં કલાક-કલાક બોલે છે. જેટલું બોલે એટલો લાભ ઉઠાવે. અમે તો કહી છૂટીએ. ડૉક્ટરો દવાઓ બધી કહી છૂટે, દવાઓ આપી છૂટે, પછી પેલાને પીવી-ના પીવી હોય એની મરજી. ઘેર જઈને મૂકી રાખે તેને હું શું કરું ? ‘અગુરુ-લઘુ સ્વભાવવાળો' બોલતા જ, ડિપ્રેશન થાય બંધ પ્રશ્નકર્તા ઃ કોઈવાર શોક વ્યાપી જાય, એકદમ હતાશા થઈ જાય
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy