SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧OO આપ્તવાણી-૧૪ (ભાગ-૪) સહજાનંદ, સહજ એટલે પ્રયત્ન સિવાય, અપ્રયત્ન દશા. અમારું સહજાનંદ હોય અને તમારે છે તે આત્માનંદ હોય. પ્રશ્નકર્તા અને સૌથી શ્રેષ્ઠ પરમાનંદ ? દાદાશ્રી : પરમાનંદ એ પૂર્ણાહુતિ. આત્મા જોડે અભેદતા, તો થાય પરમાનંદ આત્માની સાથે નિરંતર રહેનારો ગુણ પરમાનંદનો છે. એ ક્ષણેક્ષણ સાથે રહેનારો. પરમાનંદ વગર આત્મા રહી શકતો નથી. એ પરમાનંદ જો “આપણે” “આત્મા જોડે એકતા-અભેદતા ઉત્પન્ન થાય એટલે એ પરમાનંદનો આપણને લાભ મળી જાય. આત્માથી છૂટાપણું છે, “હું ચંદુભાઈ છું', તો પછી પરમાનંદ ચાખે નહીં જરાય. આનંદમાં પેલો દુઃખથી મુક્ત થઈ ગયો, સંસારી દુઃખથી, એટલે હાશ અનુભવે, હાશ ! એ કડવી દવા પીએ છે તોય વાંધો નથી આવતો, કોઈ ગાળ ભાંડી જાય તોય વાંધો નથી આવતો. એ હાશ અનુભવે. અને એ દશાનો અનુભવ થયા પછી પરમાનંદ આવે. પણ તે ઘડીએ આનંદ તો હોય બધો. કોઈ ગાળ ભાંડે તોય મહીં અસર ના થાય એટલે આનંદ તો હોય. સંસારી દુઃખથી અભાવ એ તો બહુ મોટામાં મોટું સુખ કહેવાય. સ્વભાવ થયે રહે પરમાનંદ, જે સ્વભાવ પોતાતો' પ્રશ્નકર્તા: પરમાનંદમાં કોણ રહે ? હું રહું કે પરમાત્મા રહે ? દાદાશ્રી : નહીં, તમે પોતે જ, હું જ. “હું ચંદુભાઈ નહીં”, “ ચંદુભાઈ” એ રિલેટિવ યૂ પોઈન્ટથી છે. “હું શુદ્ધ ચેતન છું એવું ભાન થવું જોઈએ તમને. અસ્તિત્વનું ભાન થવું જોઈએ. પ્રશ્નકર્તા: ચેતનને પરમાનંદમાં રહેવાની જરૂર ખરી ? દાદાશ્રી : નહીં, પોતે જ પરમાનંદ સ્વભાવનો જ છે, સ્વાભાવિક પરમાનંદ છે. એને રહેવાની કંઈ જરૂર નથી. પોતે સ્વાભાવિક છે. આ
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy