SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અનંત સુખધામ ૯૭ સિદ્ધગતિમાં જ્ઞાત-દર્શતથી સુખતો સ્વાનુભવ પ્રશ્નકર્તા : જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ? દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછા. એમને કાર્ય શું છે ? જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા, જે નિરંતર ચાલુ જ રહે છે ! પ્રશ્નકર્તા : પછી એને શું જરૂર છે ત્યાં, આ જ્ઞાનક્રિયાદર્શનક્રિયાની ? દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો. આ લાઈટ છે, એ નિરંતર આપણને જોયા કરતું હશેને ? આ લાઈટ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા કરે છે. એ હવે ત્યાં રહીને શું જોતા હશે ? હવે એમની પાસે જ્ઞાન-દર્શન છે ને, એ જ એમનું અનંત જ્ઞાન ને અનંત દર્શન એ વપરાય, એના પરિણામમાં આનંદ હોય. એટલે પહેલા આનંદ ના હોય. આનંદ પહેલા ને પછી જ્ઞાન અને દર્શન, એવું ના હોય. એમનું જ્ઞાન અને દર્શન વપરાય એટલે આનંદ રહે જ ! તે એમને જ્ઞાન-દર્શન સિવાય બીજું કશું છે નહીં. એ સ્વરૂપ જ આખું જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે. મેં હાથ ઊંચો કર્યો, તે બધા સિદ્ધોને જ્ઞાનમાં દેખાય. એ સિદ્ધો શેયોને જાણ્યા જ કરે છે. આ જગતમાં શેય અને દૃશ્ય બે જ વસ્તુ છે. શેયને જાણ્યા કરે છે અને દૃશ્યને જોયા કરે છે. એનું પરિણામ શું ? કે અનહદ સુખ, સુખનો પાર જ નહીં. એ સ્વાભાવિક સુખ છે. : પ્રશ્નકર્તા ઃ હવે એ બધા અલગ અલગ હોય કે બધા એક લેવલમાં જ હોય ? દાદાશ્રી : એમાં ફેરફાર નહીં. એ તો દેહધારી જ ના હોય ને ! એ તો અરૂપી હોય બધા.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy