SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પ્રશ્નકર્તા: તો દુઃખ ભોગવનાર આપણું શરીર છે કે બીજું કોઈ છે? દુઃખ કોણ ભોગવે છે ? દાદાશ્રી : દુઃખ અહંકાર ભોગવે છે. આ જે દુઃખ થાય છે એ અહંકારને થાય છે અને સુખ થાય છે તેય અહંકારને થાય છે. આ અહંકાર વચ્ચે ફાચર છે અને તે જ અજ્ઞાનતા છે. અહંકાર એટલે હું કરું છું ને હું ભોગવું છું, એ જ અહંકાર છે. આ અહંકાર જતો રહે એટલે આત્મારૂપ થઈ જાય. પ્રશ્નકર્તા : તો પછી આ પીડા આત્માને અડતી નથી ? દાદાશ્રી : આત્માને ક્યારેય પીડા અડી નથી અને જો પીડા અડ ને, સ્પર્શ થાય તો એ પીડા સુખમય થઈ જાય. આત્મા તો અનંત સુખનું ધામ છે. માનેલા આત્માને પીડા થાય છે, મૂળ આત્માને કશું જ અડતું નથી. આ બરફનો મોટો ગાંગડો હોય અને એની પર દેવતા ઉપર નાખીએ તો બરફ દઝાય ? બરફ દઝાય કે દેવતા ઓલવાય ? પ્રશ્નકર્તા ઃ દેવતા ઓલવાય. દાદાશ્રી : બરફ કોઈ દહાડો દઝાય નહીં, દેવતાને ઓલવાવું પડે. આ જેમ બરફ અહીં ઠંડો કંદ છે, એવું આત્મા આનંદનો કંદ છે. એટલે એને જો દુઃખ અડેને, તો તેય સુખરૂપ થઈ જાય. તે આત્મા કેવા સુખનું ધામ હશે ! નર્યું સુખ ઉભરાયા જ કરે. ધોધમાર સુખની આવક છે. આ બરફનો દાખલો એ તો જાણે કે સ્થૂળ દાખલો છે, “એક્કેક્ટ’ ના કહેવાય. પણ આત્મા અનંત સુખનો ધણી, એને દુઃખ અડે જ નહીં. કેવી રીતે અડે ? જે અડે તે સુખ થઈ જાય, ખાલી ચડવા માત્રથી સુખ થઈ જાય. એક દહાડો જો આત્મા જોડે વ્યવહાર બાંધે તો ફરી દુઃખ જ ના
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy