SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] અનંત સુખધામ અનંત સુખધામ સમજ્યે, ઓળખાય આત્મા પ્રશ્નકર્તા : આત્માને ઓળખવાનું લક્ષણ શું ? દાદાશ્રી : ઓળખવાનું તો અવિનાશી પદ છે એ, અનંત સુખધામ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. સુખ બહાર ખોળવા ના જવું પડે પોતાનું. અને દુઃખ તો છે જ નહીં. આત્મા અનંત આનંદનું ધામ છે છતાં બહાર સુખ ખોળ ખોળ કરે છે. આ તો અંદર જ સુખ છે પણ બહાર જગતમાં બધા સુખ ખોળે છે, પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. ‘સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે.' એવું એકેય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢ, જા. શાશ્વત સુખ તો પોતામાં, સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે ! આત્મા જાણતા જ ઉત્પન્ન થાય અતીન્દ્રિય સુખ પ્રશ્નકર્તા : આત્માનું સુખ એ જ અતીન્દ્રિય સુખને ? એ કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : હા, અતીન્દ્રિય સુખ તે કેવળ પોતાનું આત્માનું અનંત
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy