SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [3.૨] અનંત ઐશ્વર્ય આત્મા પરમ ઐશ્વર્ય, પણ જેટલું અજાણ એટલું અપ્રગટ પ્રશ્નકર્તા : દાદા, દરેક આત્મામાં ઐશ્વર્ય તો છે જ ને ? દાદાશ્રી : હોય જ, અનંત ઐશ્વર્ય છે. ઐશ્વર્ય વગર આત્મા ન હોય. પ્રશ્નકર્તા : પણ એનું ભાન નથી માટે દાદાશ્રી : એને પોતાને ખ્યાલ જ નથી કે હું ઐશ્વર્યવાળો છું. જેટલો એને ખ્યાલ થાય એટલે એનું ઐશ્વર્ય પ્રગટ થાય. ઐશ્વર્ય છે જ પોતાને પણ (અનો) ખ્યાલ થવો જોઈએ. આત્મા પરમ ઐશ્વર્યા છે, પણ આ આવરણને લઈને ઐશ્વર્ય બધું બંધાયું છે. એમાંથી જેટલા અંશે મહીં લાઈટ નીકળે છે, એટલા અંશનું એને ફળ મળે છે. એટલે અંશ સ્વરૂપે એને આ લાઈટ છે, અજવાળું છે, નહીં કે આત્મા અંશ સ્વરૂપ છે. આત્મા તો સર્વાશ જ હોય, નહીં તો થાય નહીં સર્વીશ. પછી શી રીતે થાય ? આત્મા સર્વાશ જ છે બધાનામાં, સર્વીશ. મેં મારો આત્મા પ્રગટ થયેલો જોયો. સર્વાશ રૂપે હતો ને સર્વાશ રૂપે છે. આવરણ તૂટી ગયું, બસ. એટલે આત્મા પરમાત્માથી છૂટો પડેલો નથી, એનો એ જ પોતે જ છે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy