SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ? આત્માની શક્તિ અનંત છે. તે વિદ્ગો બધા ગમે તેટલા હશે, (ઍને) તોડી નાખશે. અનેક અંતરાયો સામે અનંત શક્તિ, પછી મોક્ષમાં રહે સ્ટૉકમાં પ્રશ્નકર્તા: મોક્ષમાંય અનંત શક્તિઓ છે ? દાદાશ્રી : હા, બધી જ શક્તિઓ ખરી, પણ ત્યાં વાપરવાની નહીં. મોક્ષે જતા અનેક અંતરાયો છે, તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે. પ્રશ્નકર્તા ઃ “હું અનંત શક્તિવાળો છું” એ બોલીએ છીએ, પણ સિદ્ધ ભગવાનો માટે એ શક્તિ કઈ ? દાદાશ્રી : આ તો વાણી છે ત્યાં સુધી અનંત શક્તિવાળો છું એ બોલવાની જરૂર છે અને મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે તેથી તેની સામે આપણે અનંત શક્તિવાળા છીએ. પછી કશું રહેતું નથી. વાણી ને વિનો છે ત્યાં સુધી જ બોલવાની જરૂર છે. પ્રશ્નકર્તા : આત્મા મોક્ષે ગયા પછી એની જ્ઞાતા-દ્રષ્ટા સિવાય કઈ શક્તિ ? દાદાશ્રી : બીજી ઘણી શક્તિઓ છે. પોતાની શક્તિથી એ આ બધું ઓળંગીને (મોક્ષ) જાય. મોક્ષે ગયા પછી એ બધી શક્તિઓનો “સ્ટૉક' રહે. આજેય એ બધી શક્તિઓ છે, પણ જેટલી વપરાય એટલી ખરી. પ્રશ્નકર્તા : મોક્ષે ગયા પછી એ શક્તિઓ બીજાને કામ ના લાગેને? દાદાશ્રી : પછી શેમાં વાપરવાની ? અને ત્યાં શું કામ છે વાપરીને ? પોતાને બીજી હરકત ના આવે તેવી “સેફ સાઈડ રહે. અનંત શક્તિ પૂરવાથી, રિલેટિવ પણ થાય શક્તિશાળી પ્રશ્નકર્તા ઃ તમે કહ્યું ચંદુભાઈને શક્તિ આપ્યા કરવાની તે વિશે વધારે સમજાવશો.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy