SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ? પ૩ પ્રશ્નકર્તા આત્માની જે અનંત શક્તિ છે, એ આ સંસારમાંથી છૂટવા માટે જ અનંત શક્તિ છે ? દાદાશ્રી : આમાંથી છૂટાય એવું જ નથી આ. છૂટાય એવું જ નથી એટલે અનંત શક્તિના આધારે છૂટી જાય છે, નહીં તો આમાં તો જે આ જડે બાંધ્યો છે, આત્માને કોણે બાંધ્યો છે ? વેલ્ડિંગથી કાપ્યું કપાય એવું નથી. આ લોખંડ તો વેલ્ડિંગથીય કપાઈ જાય. પણ આ તો એવું છે બંધન ! હા. આ એવું છે અનંત કે વેલ્ડિંગ કે કોઈથી કપાય નહીં એવું છે. એ જ્ઞાની પુરુષ એકલા જ કાપે આને. પ્રશ્નકર્તા: એટલે અનંત શક્તિનો ઉપયોગ આ છોડાવવા માટે જ કરવાનો છે ? દાદાશ્રી : છૂટવા માટે જ બધી અનંત શક્તિ વાપરવાની છે. તે અનંત શક્તિ વપરાય ક્યારે ? જ્ઞાની પુરુષ મળ્યા પછી આત્મા છૂટો પાડે ત્યારે અનંત શક્તિ (વપરાય), નહીં તો ત્યાં સુધી અનંત શક્તિ હોય જ નહીં. આત્મશક્તિ છે શુદ્ધતા-અપરિગ્રહ-વીતરાગતા-નિર્ભયતાથી પ્રશ્નકર્તા: આત્માની જે અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિ કોઈ પરિગ્રહને કારણે નહીં પણ તેની શુદ્ધતાને કારણે ને ? દાદાશ્રી : એની શુદ્ધતાને કારણે. પ્રશ્નકર્તા ઃ પરિગ્રહને કારણે નહીં ? દાદાશ્રી : પરિગ્રહ હોય તો તો શક્તિવાળો કહેવાય જ નહીંને ! હથિયાર વગરની શક્તિ. પ્રશ્નકર્તા : વ્યાપકપણું છે એ પણ શુદ્ધતાને લીધે ? દાદાશ્રી : શુદ્ધતાને લીધે જ ને ! બધું શુદ્ધતાને લીધે. પ્રશ્નકર્તા આત્મા એ શુદ્ધ સ્વરૂપની શક્તિ છે ? ચેતના?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy