SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછી થાય તેમ તેમ ચંદુની પ્રકૃતિને જુદી જોવાની છે. પ્રકૃતિની અંદર ઊભા થતા કષાય, ચીકાશો, પ્રકૃતિ સ્વભાવ, પછી આગળ ક્યાં ક્યાં રસ આવે છે ? મનની ગાંઠો વિચારો સ્વરૂપે, પછી ચિત્ત કઈ કઈ સંસારી બાબતોમાં જાય છે ને ચોંટે છે ? પછી બુદ્ધિ દોષિત બતાડે, સારું-ખરાબ બતાડે અને અહંકાર ક્યાં ક્યાં તન્મયાકાર થાય છે, ભોગવટામાં આવે છે. આમ સૂક્ષ્મતાએ શેયોના સ્વરૂપને પોતાના જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહીને જોવાનો પુરુષાર્થ કરવાનો છે. પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં ‘આ બધું રોજ આટલું કરવા જેવું છે એમ જે કહેવાયું છે, તો એ જ્ઞાન સમજવાનું છે, જાગૃતિમાં રાખવાનું છે અને જેમ જેમ ડિસ્ચાર્જ કર્મોના હિસાબ પૂરા થતા જશે, તેમ તેમ જાણેલા જ્ઞાન પ્રમાણે વર્તનમાં આવતું જશે. પોતાના તરફથી નિશ્ચય અને જાગૃતિ જ રાખવાની છે કે આવું હોવું જોઈએ અને એવી ગોઠવણી કરવાનોય વાંધો નથી, પણ કર્તાભાવે કરવા મંડી પડે ને પછી ડખોળાઈ જાય, કે પછી ધૂની થઈ જાય ને મિકેનિકલી કર્યા કરે, તેવું પરિણામ આપણને જોઈતું નથી. પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાં આવે કે નિરંતર આખો દિવસ આત્મગુણોની ભજના કરવા ગુણો બોલવા જોઈએ. તે એકાંતે લઈને કરવા મંડી પડે, તેને બદલે સમજે અને ઉપયોગ જાગૃતિ ગોઠવીને પછી કરે તો કામનું. આ તો વ્યવહાર ખસેડી નાખે, તોડી નાખે કે વ્યવહારમાં બુમો પડે અને નિશ્ચયની ભજનામાં મજા પડી જાય, એવું ના હોવું જોઈએ. વ્યવહાર એ નિકાલી બાબત છે, તેનો પાંચ આજ્ઞામાં રહીને, ફાઈલોનો સમભાવે નિકાલ કર્યા પછી વધારાના સમયમાં પોતે આત્મભાવે આત્મગુણોની ભજન કરવાની છે અને સ્વભાવ જાગૃતિ વધે તેવા પુરુષાર્થ માટે વિધિ, વાંચન, પ્રતિક્રમણ, સામાયિક ગોઠવવાના છે. રોજની ત્રણ સામાયિક કરવી એવું વાંચ્યું, એટલે એ જ્ઞાનમાં જાણવાનું છે. એ પ્રમાણે કરવા મંડી પડવાનું નથી. હા, દરરોજ ઓછામાં ઓછું પંદર મિનિટ સામાયિક જરૂર કરી શકાય. પૂજ્ય નીરુમાને પરમ પૂજ્ય દાદાશ્રી રોજની ત્રણ સામાયિક કરાવતા, પણ એમને ત્યારે બહારની 12
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy