SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [3] અનંત શક્તિ [૩.૧] અનંત શક્તિઓ કઈ ? કેવી ? આત્મશક્તિ અનંત, પણ નથી એ મિકેનિકલ પ્રશ્નકર્તા : જો આત્મા-પરમાત્મા કશું કરી શકતો ના હોય તો આપણે એને અનંત શક્તિવાળો કેમ કહીએ છીએ ? દાદાશ્રી : અનંત શક્તિવાળો આત્મા-પરમાત્મા છે પણ આ જે તમે માનો છો એવી મિકેનિકલ શક્તિ એમાં નથી. મિકેનિકલ શક્તિ એ પાવરથી ઊભી થયેલી છે અને આ બધી મિકેનિકલ શક્તિ છે. આ તમે મહીં ખાવાનું નાખો, તો આ મશીન ચાલે. ખાવાનું ના નાખો, હવા ના પૂરો તો મશીન બંધ થઈ જાય. શક્તિ બે પ્રકારની; એક મશિનરી બનાવવાની શક્તિ અને આ કશું કરે નહીં ને શક્તિ પાર વગરની. ઈશ્વરની શક્તિ અપાર પણ કશું કરવાની નહીં. એની હાજરીથી બધું ચાલે. પ્રશ્નકર્તા : પણ દાદા, આત્મા જો અક્રિય છે તો પછી આટલી બધી શક્તિ આવી ક્યાંથી એનામાં ? દાદાશ્રી અનંત શક્તિનો ધણી છે. અક્રિય છે એટલે આવી ક્રિયા
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy