SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) આ વાત કોઈ જગ્યાએ હોય નહીં. આ વાત કોઈ જગ્યાએ ચર્ચાય નહીં. કારણ કે જ્ઞેયને પણ એ નથી સમજતા. ના સમજી શકે એ માણસ. સમજી શકે જ નહીં ને ! કોઈનું ગજું નહીં આ તો ! આ વાત જ અજાયબી કહેવાય. ૩૮ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી એ વાક્યનો અર્થ કરવો હોય તોય ના જડે. એ શું કહેવા માગે છે તેય સમજણ ના પડે. આપણે આત્મા પ્રાપ્ત થઈ ગયોને ? લક્ષમાં બેસી ગયોને ? પછી એથી વધારે શું જોઈએ ? અને એ આત્મા એના પોતાના ગુણધર્મો સહિત છે જ ! પ્રશ્નકર્તા : પણ તોય દાદા, એવું થાય કે તમારા જેવું ક્યારે થશે ? દાદાશ્રી : ગુંઠાણું (નિશ્ચયનું) તો તમને દાદા જેમાં છે એ જ પ્રાપ્ત થયું છે. બાકી, દાદા તો બધો સામાન પહેલેથી ભરી લાવેલા છે. તમને એવી જ દશા થઈ છે પણ આ જ્ઞાન રસ્તે જતા મળ્યું છે. એટલે બહાર ધૂળ ઊડી કે ધ્યાન ત્યાં ગયું, પણ એ જોવાનું નહીં. ધૂળ ઊડે, કાંકરા ઊડે, બધું ઊડે. પણ એ જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. આપણે જ્ઞાતાપદમાં બેસીને જ્ઞેય જાણવાનું છે. જગત આખું ઊડે, માબાપ-દીકરા મરવા પડ્યા હોય ને ત્યાં શેય-જ્ઞાતાનો સંબંધ રાખીને રહે ત્યારે આ વિજ્ઞાન ઉત્પન્ન થાય. એ મરશે એ વ્યવસ્થિત ખરુંને ! પોતે જ્ઞાન સત્તામાત્ર છે. જ્ઞાતાસત્તામાં રહ્યા તો મુશ્કેલી ઊડી ગઈ. જેટલો પૂર્વનો અભ્યાસ અવળો હોયને એટલું અડે. તમારે આત્મજ્ઞાન થયું એ ઓછું કહેવાય ? વર્લ્ડમાં પૂજ્ય થયા એવું પદ પ્રાપ્ત થયું છે. બાકી તમારે આત્મા ખખડે જ છે. આત્મા લક્ષમાં બેઠો એ ખખડે જ છે. ખખડે એટલે ડબામાં ગોળો ઘાલીને ખખડાવીએ તો અવાજ આવે, એવું નહીં. એ અવાજવાળી વસ્તુ નથી. એનું લક્ષ કોઈને એક ક્ષણ બેઠેલું ના હોય ને તમારે આ કાયમનું લક્ષ બેઠું. હવે લક્ષ કોઈ દહાડો ના ચૂકે એ જ વિજ્ઞાન છે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy