SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉO આપ્તવાણી-૧૪ (ભાગ-૪) દાદાશ્રી : આત્મા શેયમાં જાય નહીં. એ જ્ઞાનનો પર્યાય જાય છે. પર્યાયથી જોઈ શકાય આ. અને જોય આઘાપાછા થાય એટલે પર્યાય પણ આઘોપાછો થાય. શેય ઓછા-વધતા થાય તો પર્યાય ઓછો-વધતો થાય. એ શેયના આધારે પર્યાય થાય. શેયોના અને જ્ઞાનના પર્યાયોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, ત્યારે તો બે ભેગા થાય. પણ જોય ને જ્ઞાતા એકાકાર ના થાય એનું નામ જ્ઞાન. પર્યાયને યથાર્થ ઓળખાવ્યા જ્ઞાતીએ પ્રશ્નકર્તા દાદા, હવે આ પર્યાય જે છે, એ કોને દેખાય? જોનારો કોણ ? દાદાશ્રી : એ પ્રજ્ઞાને ! પ્રશ્નકર્તાઃ હવે એ પર્યાય જ્યારે બહાર જાય એટલે શેયને જુએ. દાદાશ્રી : પર્યાય ઉત્પન્ન થવું, એ પાછું દેખાતું શરૂ થાય. પ્રશ્નકર્તા: હવે એ જ પર્યાય અંદર જાયને? જે પર્યાય બહાર હતા, યોને જોતા'તા, એ પર્યાય પાછા ફર્યા. અને જ્ઞાનમાં કે દર્શનમાં ક્યાં જઈને સમાય ? દાદાશ્રી : ના, પર્યાય તો જોયોઓમાં જ જવાના. પર્યાય તો અત્યારે ત્યાં આગળ સિદ્ધ લોકોના છે ને, તે જોયોમાં જ જવાના. એ શેયો સિવાય જોઈ શકે નહીં બીજી વાત. અને જુએ નહીં અને જાણે નહીં ત્યાં સુધી આનંદ બંધ થઈ જાય. એ-જાણે તો જ એનો આનંદ ઉત્પન્ન થાય. એટલે ત્યાં આગળ એ સિદ્ધને પણ પર્યાયમાં જોવાનું ને જાણવાનું. પ્રશ્નકર્તા આ ફોડ પાડવો છે કે જે પર્યાય બહાર જાય છે જોયોમાં, હવે એ પર્યાય જો અંદર જાય, તો જ્ઞાનમાં કે દર્શનમાં સમાય ? જો એ પર્યાય જ્ઞાનનો હોય તો જ્ઞાનમાં સમાય, દર્શનનો હોય તો દર્શનમાં સમાય....
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy