SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પાછું શું કહે છે ? કેરીના આકારનો થાઉ છું, એટલે શેયોને જાણવામાં શેયાકાર થઉ છું. શેયાકાર થાઉ છું છતાં ય થતો નથી. પ્રશ્નકર્તા : ટૂંકમાં હું કેરી થયો નથી. દાદાશ્રી : આ લાઈટ કંઈ આમ અડે, તેથી કંઈ લાઈટ ચોંટી નથી જતું પેલાને. આ તો એના મનમાં એમ થાય છે કે મને જ ચોંટ્યું આ. કશુંય ચોંટ્યું નથી. જોયને જ્ઞાન ચોંટે જ નહીં કોઈ દહાડોય, એનું નામ જ્ઞાન કહેવાય. આ બે વાક્ય સમજાય તો બહુ કલ્યાણ કરી નાખે. હવે આ તો પાંચસો કેરીઓ પણ એવી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું. અને એવી જો શુદ્ધિ ના રહી, તેથી તો આ જગત ઊભું થઈ ગયું છે. ભાસે તદ્રુપતા “શૃંગ માન્યતા'થી, એ તૂટતા થાય જાગૃત પ્રશ્નકર્તા ઃ આ શુદ્ધિ ન રહેવાનું કારણ શું ? દાદાશ્રી : સફરજન જુઓ એટલે શેય પ્રમાણે જ્ઞાન થાય. એટલે તે શેયાકાર થઈ જાય, તે ચોંટતું નથી. પણ ત્યાં તે રૂપ, તદ્રુપ થઈ જાય છે તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શેનાથી ? તે તદ્રુપ શેનાથી થાય છે ? માન્યતાથી. ખરી રીતે તદ્રુપેય નથી થતો પણ “રોંગ માન્યતાઓથી તદ્રુપતા ભાસે છે. માન્યતા સવળી થાય ત્યારે તે પોતાના અસલ સ્વરૂપમાં જ હોય. પ્રશ્નકર્તા ઃ એટલે અત્યાર સુધી પેલું હતું, એટલે પુગલની અવસ્થા પ્રમાણે હું છું કે મારી છે” તે રૂપ થયા કરતું હતું. એની સામે આખી આ અવસ્થાઓ બદલાય એમાં પણ “હું શુદ્ધ છું', એવું થયુંને ? દાદાશ્રી : એ પુદ્ગલની અવસ્થામાં પણ શુદ્ધ એટલે એમાં મારી જ્ઞાનની-જાણવાની અવસ્થા બદલાય પણ છતાં હું શુદ્ધ ચેતન છું.” પ્રશ્નકર્તા: આ પુદ્ગલની અવસ્થામાં હું શુદ્ધ છું' એવું શુદ્ધત્વની જાગૃતિ રાખે તો ચેતનની અવસ્થા ક્યાં હોય ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy