SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જે પાવર ચાર્જ કરેલો સેલમાં અને એ સેલને ઢીંગલામાં મૂકીએ, પછી ઢીંગલો હાલ-ચાલે, બોલે-રડે, ગાય તોય તે ડિસ્ચાર્જ થતા પાવરથી છે. પૂતળું પાવરથી ચાલે એને જીવતું કહેવાય ? અકળામણ થાય તેય ડિસ્ચાર્જ પરિણામ, તે “મને થાય છે કેમ મનાય હવે ? વાણી એ ટેપરેકર્ડ બોલે છે' કહ્યું એટલે મડદું થઈ ગયુંને ! નિશ્ચેતન ચેતન એટલે ચેતન જેવા લક્ષણો દેખાય છે, પણ છે નિચેતન. એટલે એને મડદું જ કહેવાય, જ્ઞાનીની દૃષ્ટિએ. એટલે એમાં ઊંડા ઊતરવા જેવું નહીં. રાગ-દ્વેષ કરવા જેવું રહ્યું જ નહીં. જ્ઞાન લીધું ના હોય તો એને મિશ્ર ચેતન છે વચ્ચે, એને મડદું ના કહેવાય. એ તો જીવતો છે, નવું ચાર્જ કરે, એ અહંકાર સહિત છે. જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને પોતે શુદ્ધાત્મામાં જ રહે છે. એના મન-વચન-કાયા ગમે તે કરે એની જોખમદારી પોતેની નથી. કારણ કે ડિસ્ચાર્જ ભાગ મડદું છે. આ સંસારમાં મરેલો ભાગ જ વ્યવહારમાં ચાલી રહ્યો છે. ગુરુ થાય, શિષ્ય થાય, વેવાઈ થાય, બધો મરેલો ભાગ જ છે. એને “મેં કર્યું, હું છું માને છે એ જ ભ્રાંતિ છે. આત્મા અનંત શક્તિનું ધામ આવું કરે નહીં. મન-વાણી-દેહની, બુદ્ધિ-ચિત્ત-અહંકારની કોઈ ક્રિયામાં મૂળ ચેતન નથી. એ જુદું જ છે, વીતરાગ જ છે, બગડ્યુંયે નથી અને એ જ ભગવાન છે. ક્રિયા કરનારમાં, કરાવનારમાં ચેતન નથી, બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આત્મા આમાં કશું કરતો નથી, જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી જ રહ્યો છે. માણસ જીવતો હોય, એમાં ચેતન જુદું જ છે. જીવતા જેવું દેખાય છે, વાતો કરે છે. વાતો સાંભળે છે પણ ચેતન વગર જ કરે છે. મશીન હોય તે મિકેનિકલ એડજેસ્ટમેન્ટ, તે મડદું જ કહેવાયને ! એ બંધ હોય તોય કે ચાલુ હોય તોય. ઈલેક્ટ્રિસિટી એય મશીનનો જ ભાગ છે, એમાં આત્મા નથી. 45
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy