SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ ખરેખર હું ચંદુભાઈ છું' એ શ્રદ્ધા ઊડી ગયેલી છે, એટલે નવી પ્રતિષ્ઠા નથી કરતો. એટલે એ સંવર કહેવાય છે, બંધ થતો નથી અને નિર્જરા થયા કરે. બંધ કોનું નામ કહેવાય ? જ્ઞાન ના હોય ત્યારે બંધ પડે. એટલે જેવી આપણે પ્રતિષ્ઠા કરીએ, એવી જ પાછી ફરી પ્રતિષ્ઠા ઊભી થઈ ગઈ. હું કરું છું, આ મેં કર્યું, આ મારું જે બોલીએ છીએ, તે પ્રતિષ્ઠા કરીએ છીએ. તે આવતા ભવનું બીજું તૈયાર થઈ રહ્યું છે. આ ગયા અવતારનો પ્રતિષ્ઠિત આત્મા એમાંથી પાછો નવો પ્રતિષ્ઠિત જ ઊભો કરે છે ને એ પ્રતિષ્ઠિત એનું ફળ આપે પછી. તે અહંકારથી પ્રતિષ્ઠા થાય. અહંકાર ના હોય તો પ્રતિષ્ઠા થાય નહીં. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પ્રતિષ્ઠા. તે પ્રતિષ્ઠિત અહંકાર એ જ પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે. હવે એ અહંકાર નિમૂળ થઈ જાય પછી કશું રહેતું નથી. આ બધું ખલાસ થઈ જાય છે, જગત. આ બંધનેય અહંકારે ઊભું કર્યું છે ને આ મુક્તિય અહંકાર ખોળે છે, કારણ કે અહંકારને પોષાતું નથી. એ જાણે કે આમાં કંઈક નીકળશે સ્વાદ. પણ કશું નીકળે નહીં, એટલે પાછું મુક્તિ આ બાજુ છે, આત્મા મુક્ત જ છે, સ્વભાવે મુક્ત છે, એટલું જો એને સમજાય જાય એટલે બસ થઈ ગયું. સ્વભાવથી જ મુક્તિ છે. પ્રશ્નકર્તા ઃ અહંકાર અને પ્રતિષ્ઠિત આત્મા, એ બેમાં શું ફેર ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા એ જ અહંકાર. અહંકારનું ઉત્પાદન એ અને એનું ઉત્પાદન અહંકાર પાછો ફરી. પ્રતિષ્ઠિત આત્મામાંથી પાછો અહંકાર ફરી ઊભો થાય અને અહંકારમાંથી પ્રતિષ્ઠિત થાય. બેઉ કાર્યકારણ છે. પ્રશ્નકર્તા: પણ સૌથી પહેલો અહંકાર પ્રતિષ્ઠિત શી રીતે થયો ? દાદાશ્રી : પહેલો-બીજો હોય નહીં. ગોળ (વસ્તુ)ને પહેલું બીજું હોતું હશે ? આ રાઉન્ડ હોય એમાં પહેલું બીજું કોણ હોય? પ્રશ્નકર્તા તો એનો અર્થ એવો થયો કે પ્રતિષ્ઠા થયેલો જ છે ?
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy