SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નકર્તા : “હું કોણ છું' એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં રહીને કેવી રીતે બને ? દાદાશ્રી : તો ક્યાં રહીને જાણી શકાય એ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય ? આ જગતમાં બધા સંસારી જ છે ને બધા સંસારમાં જ રહે છે. અહીં “હું કોણ છું ?” એ જાણવા મળે એવું છે. ‘તમે કોણ છો” એ સમજવા માટેનું જ આ સાયન્સ છે અહીં આગળ. અહીંયાં આવજો, અમે તમને ઓળખાવડાવીશું. મોક્ષનો સરળ ઉપાય. જે મુક્ત થયેલા હોય ત્યાં આગળ જઈને આપણે કહીએ કે સાહેબ, મારી મુક્તિ કરી આપો ! એ જ છેલ્લામાં છેલ્લો ઉપાય, સારામાં સારો ઉપાય. “પોતે કોણ છે એ જ્ઞાન નક્કી થઈ જાય તો એને મોક્ષગતિ મળે. અને જો આત્મજ્ઞાની ના મળે તો ત્યાં સુધી) આત્મજ્ઞાનીનાં પુસ્તકો વાંચવાં જોઈએ. આત્મા એ સાયન્ટિફિક વસ્તુ છે. એ પુસ્તકોથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. એ એનાં ગુણધર્મસહિત છે, ચેતન છે અને એ જ પરમાત્મા છે. એની ઓળખ થઈ ગઈ એટલે થઈ ગયું, કલ્યાણ થઈ ગયું અને તે જ તમે છો પાછાં ! મોક્ષમાર્ગમાં તપ-ત્યાગ કશું કરવાનું હોય નહીં. માત્ર જો જ્ઞાની પુરુષ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. અને એ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે, જેનું પ્રત્યક્ષ ફળ મોક્ષ છે. | ‘જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય, ખીચડી કરતાંય સહેલો થઇ જાય. ૫. હુંની ઓળખાણ - જ્ઞાની પુરુષ થકી ૧) જરૂર, ગુરુની કે જ્ઞાતીતી ? પ્રશ્નકર્તા ઃ દાદા મળ્યા પહેલાં કોઈને ગુરુ માન્યા હોય તો એણે શું કરવું ?
SR No.030002
Book TitleAatmsakshatkar
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy