SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું [15 જેમ નક્ષત્રમાં ચંદ્રમા ભાયમાન છે, તેમ તમામ પુણ્યરાશિમાં ભાવ-નમસ્કાર શોભાયમાન છે શ્રેષ્ઠ છે.” “ભાવ-નમસ્કાર વિના જીવે અનંતીવાર દ્રવ્ય-ચારિત્ર ગ્રહણ કર્યું અને મૂકયું પણ તે કંઈ જ ફળ આપનાર ન થયું આ ભાવ નમસ્કાર અવશ્ય ઉત્કૃષ્ટ તે જ છે. સ્વર્ગ અને મોક્ષમાં જવાને સન્માર્ગ છે તથા દુર્ગતિરૂ૫ વાદળાંઓને વિખેરવામાં પ્રલયકાલીન પવનની સમાન છે.' જે ભાવ નમસ્કાર ઉત્કૃષ્ટ છે, તે દ્રવ્ય-નમસ્કારની આવશ્યકતા શું? એ પ્રશ્નને ઉત્તર અહીં આપવામાં આવે છે. “ઉત્કૃષ્ટ-નિકૃષ્ટને વ્યવહાર અપેક્ષાકૃત છે. અર્થાત્ એક વરતુ નિકૃષ્ટની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કહેવાય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ નિકૃષ્ટ કહેવાય છે, પણ તેથી નિકૃષ્ટ અનાવશ્યક છે, એવું સિદ્ધ થતું નથી. દા. ત. પહેલી કક્ષા કરતાં બીજી કક્ષાનું શિક્ષણ ઉત્તમ ગણાય છે. આમ ત્રીજી, ચોથી, પાંચમી છઠ્ઠી, કરતાં સાતમી કક્ષાનું શિક્ષણ ઉત્તમ ગણાય છે, પરંતુ તેથી એમ કહેવામાં આવે છે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, અને છઠ્ઠી કક્ષાનું શિક્ષણ અનાવશ્યક છે, તે તે વાજબી નથી, વંદના કરી. પછી શ્રીકૃષ્ણ નેમિનાથ પ્રભુને કહ્યું કે સર્વે મુનિઓને દ્વાદશાવતી વંદના કરવાથી આજે, મને જેટલે શ્રમ લાગે છે, તેટલે શ્રમ ત્રણને સાઠ યુદ્ધ કરતાં પણ લાગ્યો ન હતો. એટલે પ્રભુ બેલ્યા કે “હે વાસુદેવ ! તમે આજે ઘણું પુણ્ય, ક્ષાયિક સમક્તિ અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન ક" છે. વળી સાતમી નરકને યોગ્ય કર્મ પુદગલોને ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય બાંધ્યું છે. જેને તમે આ ભને છેડે નિકાચિત કરશે.” એ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું: “હે ભગવાન! હવે ફરીવાર સર્વ મુનિઓને વંદન કરું જેથી પૂર્વની જેમ મારું નરકનું આયુષ્ય મૂળમાંથી ક્ષય થઈ જાય !" ત્યારે પ્રભ બોલ્યા “હે ધર્મશીલ ! હવે જે વંદના કરો તે દ્રવ્યવંદના થશે અને ફળ તો ભાવવંદનાથી મળે છે, અન્યથા મળતું નથી.” ત્યારે શ્રીકૃષ્ણ પિલા વીરા શાળવીએ કરેલી મુનિચંદનાના ફળ વિષે પૂછયું એટલે પ્રભુ બોલ્યા, “એને વંદના કરવાનું ફળ માત્ર તેના શરીરને કલેશ થયે તેજ થયું, કારણ કે તેણે તમારા અનુકરણરૂપે ભાવ વિના વંદન કર્યું છે, તે પછી શ્રીકૃષ્ણ ભગવંતને નમીને તેમનાં વચન પર વિચાર કરતા દ્વારકાપુરીમાં આવ્યા. એકદા શ્રી નેમીનાથ પ્રભુ રૈવતગિરી ઉપર સમવસર્યા, તે ખબર જાણી શ્રીકૃષ્ણ પાલક અને સબ વગેરે પુત્રોને કહ્યું કે જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ પ્રભુને વૃદિશે તેને હું મને વાંછિત વસ્ત આપીશ તે સાંભળી શબકમારે પ્રાતઃકાલે શામથિી ઉડી ઘરમાં જ રહીને ભાવથી પ્રભુને વંદના કરી. અને પાલકે મળસ્કે વહેલા ઉઠી મોટા અશ્વ ઉપર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ વંદના કરી. પછી શ્રીકૃષ્ણ પાસે આવી દર્પક નામના અવની માંગણી કરી. શ્રીકૃબશે કહ્યું કે શ્રી નેમિનાથ પ્રભુ જેને પ્રથમ વંદના કહેશે, તેને એ અશ્વ આપીશ, શ્રીકૃષ્ણ પ્રભુ પાસે જઈને પૂછ્યું કે “સ્વામિન! વતા કરી કરી છે ? પ્રભુ બોલ્યા, “પલકે દ્રવ્યથી અને શએિ ભાવથી પ્રથમ વંદના કરી છે. શ્રીકૃષ્ણ પૂછયું : એ કેવી રીતે? એટલે પ્રભુએ કહ્યું કે: પાલક અમથું છે. અને જાંબવતીને પુત્ર શાંબ ભવ્ય છે, માટે એમ બન્યું. એ સાંભળી શ્રીકૃષ્ણ કેપ કરીને ભાવરહિત પાલને કાઢી મૂકો અને શબને ભાગ્યા પ્રમાણે તે ઉત્તમ અશ્વ આખો તથા મોટો મડિલિક રાજા બતાવ્યો,
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy