SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ नमस्कार स्वाध्याय - સાધુ ભગવંત વિશે કહ્યું છે કે અઢી દ્વીપ-મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુઓ, રત્નત્રયીના સાધક, પાંચ મહાવ્રતના પાલક, પાંચ સમિતિ સહિત, ત્રણ ગુપ્તિથી સહિત, અઢાર હજાર શીલાંગને ધરનારા અને સત્તરભેદે સંયમને સાધનારા છે. અરિષ્ઠરત્ન, અંજન વગેરે જેવા કૃષ્ણવર્ણમાં ધ્યાન કરવું. અહીં શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નેમિનાથ ભાવવા. સાધુ ભગવંતે મોક્ષમાર્ગે ચાલતાને સહાય કરે છે - મોક્ષમાર્ગે ચાલનારના મિત્ર છે. એ ધ્યાન પાપને નાશ કરે છે. ચૂલિકાને સમજાવતાં કહ્યું છે કે આ પંચ પરમેષ્ઠિ નમસ્કાર ભાવસાહિત કરાય તે સર્વ પાપનો નાશ કરે છે. પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતાં કરતાં સર્વ પાપો ક્ષય થાય છે. આ સંસારમાં દહીં, ચંદન, સ્વસ્તિક, અહિંસા, તપ વગેરે સર્વ મંગલોમાં પહેલું આ નમસ્કાર છે. તેથી સર્વ શુભ કાર્યના આરંભમાં પ્રથમ નવકારનું સ્મરણ કરવું. નવકારના પ્રભાવથી સર્વ શુભ કાર્યો નિર્વિક્તપણે પૂર્ણ થાય છે.. ભેજન સમયે, સૂતાં પહેલાં, જાગતાં, નગર વગેરેના પ્રવેશમાં, નિર્ગમનમાં (બહાર જવામાં, પંચપરમેષ્ઠિ નમસ્કાર સાતવાર ગણવે. નવકાર શાશ્વત છે. ચૌદ પૂર્વને સાર છે. તેને અર્થ બરબર સમજીને ધ્યાન કરવું. આ નવકારમાં પાંચ અધિકાર, આઠ સંપદા, નવ પદ, અડસઠ અક્ષર-તેમાં સાત ગુરૂ અને એકસઠ લઘુ છે. નવકારનું ફળ વર્ણવતાં અહીં કહ્યું છે કે વ્યાધિ વગેરે સર્વ ભયે નવકારના પ્રભાવથી તત્કાલ નાશ પામે છે. એક લાખ નવકાર વિધિપૂર્વક ગણવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ભક્તિપૂર્વક આઠ કરોડ, આઠ હજાર, આઠસો ને આઠ નવકાર જે ગણે છે, તે મોક્ષ પામે છે. અરિહંત સિદ્ધને સમજાવે (ઓળખાવે છે. તેથી અરિહંત મોટા છે. અરિહંત દીક્ષા વખતે સામાયિક વ્રત ઉશ્ચરતાં સિદ્ધને નમસ્કાર કરે છે, તેથી સિદ્ધ મોટા કહેવાય. એટલે કે અમુક અપેક્ષાએ અરિહંત મહાન છે તો અમુક અપેક્ષાએ સિદ્ધ મહાન છે. T 9-17 ] શ્રી નવકાર મહામંત્ર પ્રબંધ, આ પ્રબંધમાં " નમો અરિહંતાણં' પદ વડે સર્વ શાશ્વત અને અશાશ્વત જિનબિબેને વિસ્તારથી નમસ્કાર કરેલ છે. કયાં કયાં કેટલી સંખ્યામાં જિનબિંબ છે તે અહીં કહેલ છે. | [101-19] પંચ પરમેષ્ઠિ સઝાય. આમાં છ ઢાળમાં પાંચ પરમેષ્ઠિના 108 ગુણ કહ્યા છે. એ ગુણે શ્રી ઠાકુંગસૂત્રના આધારે કહ્યા છે. [ ૧૦ર-૨૦] પંચ પરમેષ્ઠિ વિનતિ. આમાં પ્રથમ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચાર પ્રકારના જિનેશ્વરને નમસ્કાર છે. [ 103-21 ] શ્રી નવકાર મંત્રને છંદ આ સંદર્ભમાં નવકારના સૌથી વધુ દwતે આપવામાં આવ્યાં છે.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy