SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ निवेदन (15) માતુશ્રકરણ-શ્રી રત્નચંદ્રગણિની આ કૃતિમાંથી જે સંદર્ભ લેવામાં આવ્યા છે તેમાં પ્રણવાદિ મંત્રબીના પ્રત્યેક અંગનું વાએ (અભિધેય) દર્શાવવામાં આવ્યું છે. (16) અનામHદલપુર-કર્તા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય છે. તેમાં અરિહંત પરમાત્માના એક હજાર ને આઠ (1008) નામની અનુટુપ છંદમાં સુંદર ગુંથણી કરી છે. (17) નિનાદુન્નનામરતોત્ર-મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી કૃત આ સ્તોત્ર ભુજંગ પ્રયાત વૃત્તમાં હોવાથી ગાવામાં આહૂલાદાયક છે. એમાં અરિહંત પરમાત્માના વ્યાપક સ્વરૂપનું વર્ણન છે. તથા તેમની જન્મથી માંડીને નિર્વાણ સુધીની અનેક અવસ્થાઓને નમસ્કાર કરવામાં આવેલ છે. તેમાં અતીત, અનાગત, વર્તમાન ચોવીશીના તીર્થકરે, આ ભૂમિનાં વર્તમાન તીર્થો, શાસન, સંઘ, નવકારમંત્ર, સિદ્ધાન્ત, દર્શનાદિ શુદ્ધિ, ક્રિયા, સાધુધર્મ, શ્રાવકધર્મ, મૃતદેવતા વગેરેને પણ નમસ્કાર કરવામાં આવ્યા છે. (18) નિશસ્ત્રનામસ્તવનમ્ર્તા ખ્યાતનામ પં. આશાધર છે. આ સ્તવન તેમણે જિન, સર્વજ્ઞ, યજ્ઞાઈ, તીર્થકૃત, નાથ, યોગિ, નિર્વાણ, બ્રહ્મ, બુદ્ધ અને અન્નકૃત શબ્દોથી શરૂ થતા દશ શતકમાં વિભક્ત કર્યું છે. તેમાં શ્રી જિનેશ્વરનાં 1008 નામ આપેલાં છે. (19) વોરાશિફળ-કર્તા આચાર્ય શિરોમણિ શ્રી હરિભદ્રસૂરિ છે. ડિશક પ્રકરણમાંથી સમરસાપતિ, ભાવપ્રતિષ્ઠા, પૂજા, સાલંબન-નિરાલ બનેગ, ગિચિત્ત, બેયનું સ્વરૂપ વગેરેનું સ્વરૂપ દર્શાવતા શ્લોકોને જુદા તારવીને અનુવાદ સહિત અહીં રજૂ કરેલ છે. (20) રાત્રતા–આના કર્તા સિદ્ધસેન દિવાકર છે. શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ શબ્દોથી પર છે. જે રૂપને સંપૂર્ણ વ્યક્ત કરી શકાય તેમ નથી. તેને પૂર્વના અનેક મહષિઓએ શબ્દો વડે સમજાવવા તેત્રાદિરૂપે અનેક પ્રયત્ન કર્યા છે. અરિહંતના સ્વરૂપને વ્યક્ત કરનારાં ભક્તિપ્રધાન સ્તોત્રમાં “શકસ્તવનું સ્થાન મોખરે રહેલું છે. આ સ્તંત્ર મંત્ર- રાજ ગર્ભિત છે. એના અગિયાર આલાવા એ અગિયાર મંત્ર છે. ' (21) હિમણાતિસંઘ-રચયિતા આચાર્યશ્રી પૂજ્યપાદ છે. એમાં આત્મા અને મુક્તિ વિષયક અન્યદર્શનીઓની માન્યતાઓનું ખંડન અને જૈનદર્શન સમ્મત આત્મા અને મોક્ષની સિદ્ધિનું સચેટ પ્રતિપાદન જોવા મળે છે. (22) શ્રાવિધિjર્મ-રચયિતા શ્રીરત્નશેખરસૂરિ છે. એ ગ્રંથમાંથી શ્રાવકના કર્તવ્ય સંબંધી સંદર્ભ જુદા તારવીને આપવામાં આવ્યા છે. તેમાં શ્રાવકેનું પ્રભાતિકકૃત્ય, સ્વરે દય વગેરેનું તથા નવકારના જપના પ્રકારનું વર્ણન છે.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy