SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 78 દર્શન કરીને પાછા વળતા પ્રભુને પીઠ દેખાડવાનું ન થાય એ ધ્યાન રાખીને ચાલે છે? ગભારામાં આમથી તેમ જતાં પ્રભુને નમીને ચાલે ખરા? ગોશાળાએ ઉપકારીને દ્રોહ કરવા માંડ્યો છે. તેથી - આદ્રકુમાર મુનિ આગળ ભગવાનને શિથિલાચારી તરીકે : ચીતરે છે ! જુઓ કેવી સફાઈથી વાત કરે છે? એ કહે છે, ગોશાળાનો પ્રલાપ : “હે આદ્રકુમાર! આ તમારા માનેલા તીર્થકર મહા- વીર પહેલાં નિજન ઉદ્યાન - વન - દેવકુલાદિમાં એકાકી વિચરતા હતા, પણ પછીથી એમને લાગ્યું હશે કે એકાકી વિચરવામાં લોકે પરાભવ કરે છે એ કેટલું ને ક્યાં સુધી સહન કરવું ? એટલે હવે એમણે મારા પરિવાર સાથે વિચરવાનું રાખ્યું છે, જેથી બીજાના પરાભવ વગેરે સહવા ન પડે. આ સહિષ્ણુતા ગઈ, સુખશીલતા આવી, અને પરિ. વારને મોહ લાગે એ શિથિલતા નહિ તે બીજું શું છે?” હજી ગોશાળાને મહાવીર પ્રભુની આટલી હલકાઈ - ગાવાથી સંતોષ નથી એટલે આગળ કહે છે, “હે આદ્ર. કુમાર મુનિ! જુઓ મહાવીર પહેલાં વિશિષ્ટ તપ તપતા - હતા, તેમજ પારણે પણ રેતીના કેળિયા જે લખો આહાર લેતા, પરંતુ આવું આખી જિંદગી સુધી કરવું - પાલવ્યું નહિ તેથી હવે નિત્યભેજી બન્યા છે, તપ છોડી દીધો. છે, આ શિથિલાચાર જ છે ને?
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy