SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ કેવાં કેવાં નુકસાન ! સંભવે છે એ નિંદાની વાતે બનાવટી ય હોય; તે ખોટાં જ નુકશાન વેઠવાનાં થાય ને? શ્રેગ્નેન્દ્રિયનું પ્રણિધાન નહિ, સવિષયમાં જ એકાગ્રતા નહિ, અને અસદુ વિષયોમાં જોડવાનું રહે, એની કેટલી મેંકાણ? ન્દ્રિયના અસત્ પ્રગમાં આટલેથી ય બસ નથી. કિંતુ. કુથલીના રસમાં કેવા ભયંકર નુકસાન : (1) “કુથલી અર્થાત્ ફજુલ ટોળટપ્પા” સાંભળવામાં બાહ્યભાવ અને શુદ્ર તુચ્છ વસ્તુના રસ પોષાવાથી શાસ્ત્રની ઉમદા વસ્તુ સાંભળવાના રસ મરી જાય; ને નયે બાહ્યભાવ. યાને બહિરાત્મ દશા પોષાય, એથી આધ્યાત્મિક-ધાર્મિક વસ્તુમાં હૈયું ગદ્ગદ્ અને તલ્લેશ્ય ન બને. પછી એ કુથલીના. રરામાં વ્યાખ્યાન કે પ્રતિકમણમાં બેઠે ય કુથલી કરશે !! અને એમાંથી ઊઠડ્યા પછી કુથલી કરવા–સાંભળવામાં એટલે. બ રસ લેશે કે વ્યાખ્યાન–પ્રતિકમણની કશી વસ્તુનું સંભારણું જ નહિ કરે! આ કેવાં મહા નુકશાન ! ત્યારે, (ર) વિકથા” એટલે કે ભેજનકથા, રાજ્યકથા દેશકથા, અને સ્ત્રીકથા સાંભળવામાં વગર જોઈતા રાગદ્વેષનાં અને કષાયના કચરા મગજમાં ઘાલવાનું થાય, પાપની કમઠોક અનુમોદના થાય. સ્ત્રીકથામાં વળી વાસના-વિકારેની વિહવળતા થાય. ભેજનકથામાં ભેજનને રસ ઊંટ થઈ, ધરાયેલા પેટે પણ ભેજનના વિકલ્પ ચાલે; અને ભૂર્જનને રસ ચાને ત્યાગ–તપ–પ્રભુભક્તિ વગેરેને રસ માર્યો જાય. કહે, ભેજનકથા ભજનકથાને ભુલાવે.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy