SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 88 આત્માને ને આત્માના હિતને વિચાર જ ક્યાં છે ? કદાચ કઈકને વિચાર આવે તોય એને આત્માનું હિત શું, અહિત શું, એની ય ખબર ક્યાં છે? એને વિવેક જ ક્યાં છે? આમ જો જાતે અજ્ઞાન-મેહમૂદ્ધ એટલે હવે જે એમને જ્ઞાનીએ પણ તત્ત્વસમજ અને માર્ગ બોધ આપવાને ન હોય, તો એ જીવને આ દુઃખદ સંસારમાંથી ઉદ્ધાર જ ક્યાંથી થાય ? બિચારા ભૂતકાળ અનંતા કાળમાં ચાર ગતિને વિષે ભટકતા રહ્યા, એમ હવે પણ ભટકતા જ રહેવાનું ને? ત્યારે જ્ઞાની આ દયાપાત્ર જીના ઉપકાર માટે જે ધર્મદેશના આપે, તે શું એ જ્ઞાનીને શિથિલાચાર છે? શું એકાકીપણું મૂકી દીધું ? શું બહુજન–રાગી થઈ ગયા ? જેમ પ્રભુ પૂવે વનવાસમાં એકાકીપણામાં રાગદ્વેષ વિના રહેતા, અત્યારે પરિવાર વચ્ચે પણ એ પ્રભુ વીતરાગ હિોવાથી રાગદ્વેષ વિના જ રહે છે, તેથી એકાકી જ છે. એકાકી અને સપરિવાર એવા બહાનાં ફરકથી આભ્યન્તરમાં વિતરાગને કશું ફરક પડતો નથી. ગોશાલક કહે - તે તે જે પૂર્વે રાગ-દ્વેષ રહિત હતા, છતાં એકાકી હતા, તે હવે પણ જ્યારે રાગદ્વેષ નથી તો આ પરિવારને ઠઠારો શા માટે ઊભે કર્યો? પૂર્વની જેમ એકાકી જ રહેવું ઉચિત હતું ને? મહાત્મા કહે - આ પરિવાર અષ્ટ પ્રાતિહાર્યા વગેરે કાંઈ પતે ઊભું કરેલું નથી, પરંતુ તીર્થકર નામકમ-ઉચ્ચગોત્રકર્મ–ચશનામકર્મ વગેરે નિકાચિત પ્રકૃષ્ટ પુણ્યકર્મોએ ઊભું કરેલું છે.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy