SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર નબળાઈની હદ ખરી કે પરસ્ત્રીએ જોવાનું ય મુકાતું નથી? આ આશ્ચર્ય નથી ? “અલ્યા! તેં આ જનમમાં પણ અત્યાર સુધીમાં કેટલી હજાર વાર પરસ્ત્રીઓ સામે આંખ મારી? તે હજી ધરા નથી તે આ પાકટ ઉંમરે પણ એજ કામ ચાલુ રાખ્યું છે? કેઈના દીકરા પરણે ત્યાં પણ “આને કન્યા સારી રૂપાળી મળી” એવું મનમાં લાવે છે?” પરંતુ એ બિચારા શું કરે ? મોહની પરિણતિ વિચિત્ર છે. એ વયને પણ નથી ગણકારતી. આગળ વધીને | ( વિચિત્ર મોહ-પરિણતિ ધર્મને ય નથી ગણકારતી: હું જૈન ધર્મ પામ્યો છું. મારાથી આવાં આવાં અધમ કાર્ય ન કરાય, અસત્ય-અનીતિ–વિશ્વાસઘાત અને અધમ ધંધા અધમ ચેષ્ટાઓ મારાથી ન કરાય” એ વાત મન પર નથી આવતી. એનું કારણ પણ આ વિચિત્ર મેહની પરિ. રણતિ છે. એમ “ધર્મ એટલે કે દાન-શીલ-તપ, જિનભક્તિ, સાધુસેવા, જીવદયા, સામાયિક-પ્રતિકમણ–પૌષધ વગેરે ધર્મ એ કઈક જીવ સારી રીતે સાધતા હોય, છતાં એ ક્યારેક કઈક અપકૃત્યમાં કેમ પડેલા દેખાય છે? કારણ આ જ કે મેહની વિચિત્ર પરિણતિ છે. એ બળવાન પુરુષને ય ન ગણકારે! ઉત્તમ જાતિ-કુળને ય ગણે નહિ! વયને ય ન ગણે! અને ધર્મને ય ગણકારે નહિ! એવી વિચિત્ર હોય છે મોહની પરિણતિ! રીપેણ મુનિને સંયમ ધર્મ અને તપધમ કેટલો બધો
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy