SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ "12 અરે ! તે પછી ક્યાં હું અહીં અનાર્ય દેશમાં ધર્મવિહોણા અનાર્યકુળમાં આવી પડ્યો?” આ અનાર્ય દેશના રાજાના પાટવી કુમાર આદ્રકુમારને ગજબનું આશ્ચર્ય થયું. એણે જોયું કે “પૂર્વે આ જિનેશ્વર ભગવાનને મેં ભજેલા, એટલે અહીં મહાદુર્લભ માનવ અવતાર મળી ગયે! અને તે પણ મોટા રાજવી કુળમાં રાજાના પાટવીકુંવર તરીકે માનવ અવતાર મળી ગયે ! પરંતુ જરાકશા મેહના અપરાધે હાય! અનાર્ય દેશ અનાર્ય કુળમાં અવતાર મળે! ધિક્કાર પડે મારા મેહને કે જેથી જન્મથી જ જૈન ધર્મથી વંચિત રહો. ઉપરાંત ન દેવાધિદેવ જિનેશ્વર ભગવાન મળ્યા, ન સુગુરુ સાધુ મહાત્મા મળ્યા ! હવે મારે શું કરવાનું? દેવ-ગુરુ-ધર્મ વિનાની ને એમની આરાધના વિનાની જિંદગી એટલે ઠમઠેક પાપ-સેવનની જિંદગી ! એનું પરિણામ? અહીં માનવ અવતાર મળવા છતાં હવે પછી દુર્ગતિઓમાં હલકા અવતારમાં દુઃખ અને પાપમાં સબડડ્યા કરવાનું! તે શું માનવ-જન્મ પણ દુર્ગતિઓમાં - ભટકવા માટે જ થવાને?
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy