SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આરંભ-સમારંભે અને વિષય-વિલાસમાં બરબાદ થાત! પરંતુ મને મૂખને આ કશું સૂઝયું નહિ, અંતે અસમાધિમરણ પામે, ને અહીં દુર્ગતિમાં પટકાયે. હવે રડ્યા પછીને ડહાપણને શું કરવાનું?” આ માછલાને સળગતા પશ્ચાત્તાપમાં આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. આગળ એ વિચારે છે - આમ છતાં ભલું થજે મારા પિતાનું કે એમણે ડેલીનું બારણું નીચું કરાવી સામે દિવાલ પર ઊંચે જિનમતિ જિનેશ્વર-ભગવાનની આકૃતિ કેતરાવી ! છેવટે અનિચ્છાએ પણ મારે એનાં વારંવારનાં દર્શનથી મારા આત્મામાં ખૂબ સંસ્કારે પડ્યા ! જેના લીધે અહીં એવી આકૃતિને માછલે. જોતાં મને પૂર્વ જનમ યાદ આવ્યો ! બાપાનો કેટલે બધે ઉપકાર! તેમ અનિચ્છાએ પણ કરેલ પ્રભુ-દર્શનની એ દ્રવ્યકિયાને કેટલે બધે ઉપકાર !" માછલે કેમ બચે છે : એ વિચારે છે, “ખેર ! તે હવે ફિકર નહિ “જાગ્યા ત્યારથી સવાર” “ભૂલ્યા ત્યાંથી પાછા વળે.” દેવદર્શનાદિ બીજે ધર્મ તે અહીં ન કરી શકું, પરંતુ હિંસા-જુઠ વગેરે બધા પાપોને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ અને જીવનભરનું અનશન કરી શકું છું. પછી ભલે બીજા માછલા મારી પ્રત્યે સંઘર્ષમાં આવે, મને ખાવા ય લાગે, છતાં હું હિંસા નહિ કરું, તો મારે મરવાનું આવશે એટલું જ ને? ફિકર નહિ, મતની આ જીવને કેઈ નવાઈ નથી, પરંતુ
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy