SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એનાથી કોઈ સર્વસામાન્ય નિયમ બનાવાય કે “દુઃખથી દીક્ષા લે તે પણ અમાપ ફળ માટે થાય?” સર્વ સામાન્ય નિયમ તે આ જ કે “મોક્ષ સિવાયના બીજા કેઈ પણ આશયથી ધર્મ કરે તે એ અધર્મ છે, એથી ભવના ફેરા વધે.” ઉ૦–મોક્ષ સિવાયના બીજા કેઈ પણ આશયથી ધર્મ કરે છે તેથી ભવભ્રમણ વધે એ એકાંત નિયમ સ્થાપવાને, દુરાગ્રહમાં સંપ્રતિના જીવને દાખલે આવ્યો ત્યારે આ બચાવ સરસ શેાધી કાઢ્યો! પરંતુ બીજે દાખલ જુઓ,-તભવ મેક્ષગામી મેતાજ મહામુનિના પૂર્વ ભવે શું થયું? દુઃખથી ધર્મને બીજો દાખલે મેતાજ: મેતારજ પૂર્વ ભવે પુરેહિત પુત્ર હતા. એમણે દુઃખથી ચારિત્ર લીધેલું. બનેલું એવું કે એને રાજપુત્ર સાથે દોસ્તી, તે બંને જણ સાધુની મશ્કરી કરતા હતા. એ વાતની રાજપુત્રના કાકા મહારાજને ખબર પડી, એટલે એ અટકાવવા ત્યાં આવ્યા, અને ગોચરી માટે રાજગઢમાં પિઠા. પેલા બે જણ મેડી પરથી મેટેથી મહારાજ સાહેબ ! પધારે. સાધુ ઉપર ગયા ત્યારે એ બે કહે “મહારાજ પાત્રા હેઠા મૂકે અને નાચી બતાવે.” સાધુ કહે “ભાઈ ! સાધુથી નાચ ન કરાય, અને અમને નાચતા આવડે પણ નહિ.” પેલા કહે, “ના મહારાજ ! તમને તે સારું નાચતા આવડે, અમને ખબર છે.” સાધુ કહે “સાધુની મશ્કરી કરવી રહેવા દે.”
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy