SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્વને બેધપાઠ ઘણાને ફરજ પડે છે. લગ્નના અનેક પ્રસંગ કે ક્રિયાઓમાં સ્ત્રીવર્ગની હાજરી આવશ્યક હોય છે એટલે ઘેર જઈને રસોઈ કરવાની તેઓને ફરજ પડે છે તેઓ લગ્નમાં હાજર રહેવાનું કે ભાગ લેવાનું પણ બંધ રાખે. આ મુશ્કેલી ટાળવા માટે પણ જમણવાર ફરજિયાત કરવું પડે છે. વ્યવહાર હંમેશાં અટપટ અને આંટીઘૂંટીવાળા હોય છે. તેમાંથી માર્ગ કાઢવાનું કામ ડાહ્યા અને વિચારવંત પુરુષોનું છે. (૩) જે રેશનીંગ સિવાયની ચીજોનું જમણ રાખવામાં આવે અને કાયદાની મર્યાદામાં રહીને બહુ ઓછી સંખ્યાને જમાડવામાં આવે, અને બાકીના સ્નેહસંબંધીઓને ત્યાં મઠાઈની ટપલી આપી દેવામાં આવે તે આ રીતે મુંઝવણને ઉકેલ આવી શકે. આને અમલ કરવા ઘરધણીએ મકકમપણે તત્પરતા દાખવવી જોઈએ. (૪) જે બની શકે તો વર અને કન્યા પક્ષ એક જ ગામમાં રહેતા હોય તે બંને પક્ષ સાથે મળીને એક જ વાડી કે સ્થળમાં જમણવાર વગેરે મજમુ રાખે તે બંને પક્ષને ખર્ચમાં ફાયદો થાય અને સમય તથા શક્તિવ્યયમાં લાભ થાય. (૫) જનતા જે જમવાને લાભ જતો કરવા પ્રતિજ્ઞા કરે તે જમાડનારની તકલીફ અને ચિંતા ઓછી થાય. આને માટે જ્ઞાતિઓએ અને નાયકે એ દરેક પ્રસંગે લેકમત કેળવો જોઈએ અને તે માટેના કરા કરવા જોઈએ. (૬) અગાઉના સમયમાં જમણવાર બહુ ખર્ચાળ કે બેજારૂપ થઈ પડતા નહોતા, સૌ કોઈ દરેક કાર્યમાં સાથ આપી હાથે હાથ કામ ઉકેલતા, હાજરી આપી સલાહ અને સૂચના આપતા અને ઘરધણુને કશી પણ તક્લીફ પડવા દેતા નહતા. આજે લેકમાંથી આ જાતની સહકારની અને સંબંધની ભાવના નષ્ટ થઈ ગઈ છે. સ્ત્રી કે પુરુષો તૈયાર ભાણે જમવા આવે છે, માન અને સ્વાગતની ઈચ્છા રાખે છે અને તેમાં
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy