SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] અનુભવ-વાણી નથી હોતા, ઘણું તો તેને ધંધે જ લઈ બેઠા હોય છે. ઘણાય જરૂર કરતાં પણ વધુ મદદ માગે છે અને એક કરતાં વધુ સ્થળેથી અનેકગણું વધુ મદદ મેળવતા હોય છે. ઘણાં એવા પણ હોય છે કે મદદની માગણી કરે છે, તે માટે અવારનવાર આંટા ખાય છે અને મદદ ઓછી મળે, મોડી મળે કે ન મળે તે કેલાહલ કરી મૂકે છે, મદદ આપનારને ગાળાગાળી પણ કરે છે. આવા અનુભવો કામ. કરનારને થાય છે. આવા બેદરદાન અને અસભ્ય વર્તનવાળા માણસને મદદ કરવાનું વ્યવહાર દ્રષ્ટિએ યોગ્ય કે ઉચિત નથી. દાન કે મદદથી અવગુણે પોષાય કે વૃદ્ધિ પામે તેનાથી સમાજ ઊંચે ચઢત નથી પણ પડે છે : આજે સમાજ પાસે મુખ્ય પ્રશ્ન આ છે –સમાજમાં સુખી અને શ્રીમતે ઓછા છે અને કાળ અને કાયદાને અનુસરીને ઓછા થતા જશે. દુઃખી અને દીનની સંખ્યા મોટી છે. જેમ જરૂરિયાત વધતી જશે અને રહેણીકરણ ઊંચી થતી જશે, તેમ મૂંઝવણ અને મુશ્કેલી પણ વધશેઆ સંજોગોમાં સમાજને ઉત્કર્ષ સાધવાને સરળ ઉપાય શું ? તેને સાચો ઉત્તર એ જ હોઈ શકે કે: ૧) વિચાર અને કરણું ઉત્તમ રાખો, અને જીવન સાદામાં સાદું જીવતાં શીખે. ૨) પારકાની મદદની અપેક્ષા ન રાખો અને પોતાના પગ ઉપર ઊભા રહેવાને નિર્ધાર કરે. ૩) સંજોગવશાત પારકી મદદની જરૂર પડે અને મદદ મળે તો મદદ આપનાર પ્રત્યે જિંદગી પર્વતને સદુભાવ રાખે અને ભવિષ્યમાં તમારા સંજોગ સુધરે ત્યારે મૂળ રકમ કરતાં વધુ રકમ તેને પાછી આપે અથવા તે બીજાઓને મદદ કરવામાં તમે તમારો ફાળે અવશ્ય આપતા રહે. ૪) પારકાના દુઃખમાં સહાયભૂત થવા જેટલી માનવદયા પાળવાનું વ્રત ગ્રહણ કરે. આમ થાય તે દેનારને સંતોષ થાય, લેનારને સંતોષ થાય અને સમાજને ઉત્કર્ષ થાય.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy