SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] અનુભવ-વાણી રૂા. દશ હજાર કેન્દ્ર ભંડોળમાંથી આપીને રૂા. વીશ હજારમાંથી ત્યાંની “સ્થાનિક સહકારી મંડળી” ઊભી કરી તેની મારફત એક સ્થાનિક વસ્તુભંડાર” ધંધાદારી ધોરણે શરૂ કરે. આ ભંડારમાં સમાજ ઉપયોગી બધી જરૂરી વસ્તુઓની ખરીદી, વેચાણની વ્યવસ્થા રાખવી. પાંચ લાખના કેન્દ્ર ભંડોળમાંથી આ રીતે પચાસ વસ્તુભંડારે જુદા જુદા પ્રદેશ કે પ્રાંતમાં ખોલી શકાય. હાલ તુરત પ્રાથમિક શરૂઆત તરીકે આટલું જ કામ થઈ શકે, આટલી જ યોજના અમલમાં મૂકાય અને યોજનાને સંગીન પરિણામદાયી બનાવાય તેટલું જ સૌથી પ્રથમ જરૂરનું છે. કોઈ વેપારી વીશ હજારની પૂંજી રેકી ધંધાની શરૂઆત કરે છે ત્યારે ધંધો જમાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે. ઘરાકી જમાવે છે અને વેચાણ વધારે છે. વરસ આખરે વ્યાજ, દુકાનખર્ચ કાઢતાં ઘરખર્ચ તેમાંથી મેળવે છે, અને તે ઉપરાંત ડીઘણુ રકમને વધારે મેળવી મુદ્દલ રકમમાં વધારે પણ, શક્તિ અને આવડતના પ્રમાણમાં કરે છે. આ રીતે જ દરેક વેપારી પોતાના ધંધાની જમાવટ કરી ધીમે ધીમે આગળ વધી શ્રીમંત બને છે. આ પ્રત્યક્ષ અનુભવની બાબત છે. તો કૉન્ફરસે ફક્ત એટલું જ વિચારવાનું રહે છે કે--આ યોજના અમલમાં મૂકવા માટે તેની પાસે પીઠબળ છે કે નહિ? અને રૂ. પાંચ લાખનું ભંડોળ ઊભું કરી શકે તેમ છે કે નહિ? આ રીતે ઉત્કર્ષની સિદ્ધિ માટેનું આ વ્યવહારુ પ્રથમ પગલું છે. પાંચ લાખ રૂપીઆ ભેગા કરવા માટે નીચેની બાબતે વિચારવી જોઈએ. ' (૧) ભારતવર્ષના દરેક પ્રાંતના જૈન સમાજમાંથી દરેક ફક્ત ૧૦૦૦ રૂપીઆ આપે એવા સમાજપ્રેમી ધનવાને શોધી કાઢવા. આખા દેશમાંથી આવા ૫૦૦ દાતાઓ મળવા મુશ્કેલ નથી. કોન્ફરન્સનું અને તેના કાર્યકરનું કાર્ય એવું હોવું જોઈએ કે તેઓના કાર્યમાં લેકને શ્રદ્ધા બેસે અને તે કાર્યનું ધ્યેય તેઓ બરાબર પાર પાડશે. .
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy