SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] અનુભવ-વાણું જરૂર હશે તે બીજાઓની લેખિત ખોળાધરી અને ભલામણ ઉપર અમુક રકમ સુધી ધીરવામાં આવશે, અને અમુક મુકરર સમયમાં તે તેણે ભરપાઈ કરવી પડશે. જેઓને કામધંધા કે ઉદ્યોગ શીખવા માટે મદદની જરૂર હશે તેઓને લેન તરીકે મદદ મળશે. (૩) દરેક ગામ, કેન, પ્રાંત કે પ્રદેશ સંસ્થા, જે ઉદ્યોગ સંસ્થા શરૂ કરે તે તે દરેક શીખનારની સંખ્યાના પ્રમાણમાં, દરેક સંસ્થાને, વ્યક્તિદીઠ અમુક રકમ વર્ષ આખરે ગ્રાન્ટ કે મદદ તરીકે ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે. રકમને આધાર કૉન્ફરન્સના નિરીક્ષકના રિપોર્ટ ઉપર રહેશે. (૪) પુસ્તકે, ફી વગેરે આપવા માટે સ્થાનિક સંસ્થા જેટલી રકમ એકઠી કરશે તેટલી રકમ, પાછી આપવાની શરતે કૉન્ફરન્સ વગર વ્યાજે આપશે. (૫) જે ગામ પોતાના ગામના ભાઈઓ અને બહેનોને મજુરી કે કામ આપવાના ઈરાદાથી ગૃહઉદ્યોગ ચલાવશે અને તેમાં કામ કરનારને જે કાંઈ વધારાની રકમ મદદ તરીકે આપવામાં આવતી હશે તેમાં ૨૫ થી ૫૦ ટકા સુધીનો ફાળો વરસની આખરે ત્રણ વર્ષ સુધી મધ્યસ્થ સંસ્થા આપશે. (૬) ઊંચી કેળવણી માટે મદદની જરૂર હશે તેને ફી, પુસ્તક કે પરીક્ષા માટે ૫૦ ટકા સુધી લેન તરીકે આપવામાં આવશે. (૭) જેઓ સહકારી ધોરણે શ્રાવક-શ્રાવિકાને ધંધે લગાડવાના મુખ્ય ઉદેશથી સહકારી સ્ટોર ખોલશે તે તેવા સ્ટોરને તે ગામની કોન્ફરન્સની શાખા કે સંઘની ગેરંટી ઉપર રૂા. ૫૦૦૦ સુધી ત્રણ વર્ષ માટે ધીરવામાં આવશે. (૮) દરેક પ્રાંતિક સમિતિને તે પ્રાંતમાં કોન્ફરન્સનું કાર્ય કરવા અને પ્રચાર કરવાના ખર્ચ બદલ વધુમાં વધુ વાર્ષિક રૂ. ૫૦૦ સુધી ગ્રાન્ટ આપવામાં આવશે. '
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy