SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] કાકાત્રી ચત્રભુજ મેોતીલાલ ગાંધી રાખતા હતા. તેમના સ્વČવાસ પછી હું મારી બનતી સેવા આપવા ઉત્સુકતા રાખું છેં. સમાજમાં આપણે સૌ જન્મીએ છીએ. આપણું જ્ઞાન, સંસ્કાર, રિદ્ધિસિદ્ધિ, વૈભવ અને સુખ એ બધુ બીજાએએ કરેલી મહેનતનુ ફળ છે. દરેક માણસ જગતમાં ઉત્પન્ન થતી બધી વસ્તુએના ભાગ અને ઉપભાગ માટે આખા જગતને અને પ્રાણીમાત્રના ઋણી છે. બીજાએ મહેનત કરી ઉત્પન્ન કરેલી વસ્તુએ વડે જ આપણે જીવી શકીએ છીએ અને જીવન ટકાવી શકીએ છીએ. કુદરત આપે છે, માણસ મહેનત કરે છે અને તેના ફળરૂપે જે ઉત્પન્ન થાય છે. તેના આપણે ભાગવટા કરીએ છીએ. આપણી પાસે જે કાંઇ હાય અથવા આપણે જે કાંઇ મેળવ્યું હેાય તેમાંથી જરૂરી પૂરતે! આપણે ઉપયોગ કરવા જોઇએ અને બાકીના બધા ઉપર જગત આખાને અધિકાર છે એમ સમજવુ જોઇએ. સયમ અને સાદાઇ, ત્યાગ અને દાન, સેવા અને સ્વાર્પણ, દયા અને પરાપકાર અને વિચાર–વાણી અને વર્તનની પવિત્રતા એ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠતા છે. જેએ ધર્મ અને કર્મી બન્નેમાં દૃઢ શ્રદ્ધા ધરાવે છે તે જ સાચુ જીવન જીવી જાણે છે. આ પ્રકારની સમજણુ બાળપણથી મેળવવાનુ સદ્ભાય મને પ્રાપ્ત થયું હતું અને તેથી જ મારૂં જીવન હું શાંતિ અને સંતેષમાં ગાળી શકું છું. લોકહિતની કે ધાર્મિક પ્રવૃત્તિએ જો કે સારી છે, પરંતુ તે જીવનનું અ ંતિમ ધ્યેય હોવું ન જોઇએ. આ બધી પ્રવૃત્તિએમાં પણ જો જાગ્રત ન રહેવાય તે, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાલ, મેહ કે અભિમાનની અસર ઓછા વધુ અંશે પડયા વિના રહેતી નથી. આજની કહેવાતી શુભ પ્રવ્રુત્તિએામાં પણ જડતા, રુતા અને દંભનુ પ્રમાણ એટલું વધી સ્યુ છે કે માણસ જો આત્મલક્ષી ન હોય તે, તેને ખેદ અને વિશાદ થયા વિના રહેતા નથી. આત્મકલ્યાણની સાધના માટે
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy